બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:39 AM, 17 January 2026
PM Modi Assam-Bengal Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. અહીં વડાપ્રધાન મોદી 3,250 કરોડ રૂપિયાથી વધુના રેલ અને રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળમાં ચાર મોટા રેલ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને ચાર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. જ્યારે આવતી કાલે 18 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી આસામના કાલિયાબોરમાં 6,950 કરોડ રૂપિયાના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરશે અને પરંપરાગત બોડો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલા પશ્ચિમ બંગાળ જશે, જ્યાં તેઓ માલદા રેલવે સ્ટેશનથી દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. સાથે જ તેઓ કોલકાતાથી અન્ય રાજ્યો સુધી હતી 4 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે, જેનાથી ઉત્તરપૂર્વ અને ઉત્તર ભારત વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત થશે. માલદામાં જ એક સમારોહમાં, તેઓ 3,250 કરોડ રૂપિયાથી વધુની કિંમતના રેલ અને રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે.
ADVERTISEMENT
આ 4 રેલ પ્રોજેક્ટ્સમાં બલુરઘાટથી હિલી વચ્ચે નવી રેલ લાઇન, ન્યુ જલપાઇગુડીમાં માલ વહન અને મેન્ટેનન્સની સુવિધા, સિલિગુડી લોકો શેડનું અપગ્રેડેશન અને જલપાઇગુડી જિલ્લામાં વંદે ભારત ટ્રેનના મેન્ટેનન્સની સુવિધાઓનું આધુનિકીકરણ સામેલ છે. તેઓ હુગલી જિલ્લાના સિંગુરમાં 830 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને શુભારંભ પણ કરશે. બાલાગઢમાં વિસ્તારીત બંદરગાહ ગેટનો શિલાન્યાસ પણ કરશે.

ADVERTISEMENT
વડાપ્રધાન મોદી 17 જાન્યુઆરીએ જ ગુવાહાટીના સાંજે લગભગ 6 વાગ્યે સરુસજાઈ સ્ટેડિયમમાં પરંપરાગત બોડો સાંસ્કૃતિક કાર્યક્રમ બાગુરુમ્બા દ્વોઉ 2026માં હાજરી આપશે. આ બોડો સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સમર્પિત એક ઐતિહાસિક કાર્યક્રમ છે. રાજ્યના 23 જિલ્લાઓના 81 વિધાનસભા મતવિસ્તારોના 10,000થી વધુ બોડો કલાકારો એક સાથે મળીને બાગુરુમ્બા નૃત્ય રજૂ કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ક્યાંક ગાઢ ધુમ્મસ તો ક્યાંક વરસાદની ચેતવણી, આગામી પાંચ દિવસ કેવું રહેશે હવામાન ? વાંચો અહીં
તેમના પ્રવાસના બીજા દિવસે 18 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી આસામના કાલિયાબોરમાં 6,950 કરોડ રૂપિયાથી વધુના કિંમતના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરશે. આ પ્રસંગે તેઓ ગુવાહાટી-રોહતક અને દિબ્રુગઢ-લખનૌ વચ્ચે ચાલનારી બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી પણ આપશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
ક્રાંતિકારી પરિવર્તન / મોંઘા પેટ્રોલની ચિંતા નહીં! ભારતમાં 100 ટકા ઈથેનોલ ઈંધણને મળી કાનૂની મંજૂરી,ગડકરીનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.