બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફ્રોડ કોલ અને SMSની હવે ખેર નહીં,સરકાર લાવી એક નવું ફિચર

ટેક્નોલોજી / ફ્રોડ કોલ અને SMSની હવે ખેર નહીં,સરકાર લાવી એક નવું ફિચર

Jinal Chauhan

Last Updated: 08:48 AM, 7 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ છેતરપિંડીને રોકવા માટે સરકારે સંચાર સાથી પહેલ હેઠળ ચક્ષુ નામની એક ખાસ સુવિધા શરૂ કરી છે.

ટેલિકોમ છેતરપિંડીને રોકવા માટે સરકારે સંચાર સાથી પહેલ હેઠળ ચક્ષુ નામની એક ખાસ સુવિધા શરૂ કરી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) અનુસાર નાગરિકો હવે આ પ્લેટફોર્મ દ્વારા શંકાસ્પદ કોલ, મેસેજ અને અન્ય છેતરપિંડીના સંદેશાવ્યવહારની સીધી જાણ કરી શકે છે. સરકારે સંસદને માહિતી આપી હતી કે જનતા પાસેથી મળેલી માહિતીના આધારે લાખો કનેક્શન અને સંસાધનો સામે કાર્યવાહી કરવામાં આવી છે

લાખો કનેક્શન સસ્પેન્ડ, હજારો ફોન બ્લેકલિસ્ટ

નાગરિકોની ફરિયાદોને પગલે અત્યાર સુધીમાં આશરે 3.943 મિલિયન મોબાઇલ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે. વધુમાં 227,000 મોબાઇલ હેન્ડસેટ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતા 131,000 SMS ટેમ્પ્લેટ્સ બ્લોક કરવામાં આવ્યા છે. સરકાર કહે છે કે આ પગલાંથી ટેલિકોમ સંસાધનોના દુરુપયોગમાં ઘટાડો થયો છે.

ચક્ષૂ (1)

ઘરે બેઠા ફરિયાદ કરી શકો

સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘ચક્ષુ’ સુવિધા સામાન્ય લોકોને ઠગાઈથી બચાવવા માટે બનાવવામાં આવી છે. આ સુવિધા સંચાર સાથી નામના ખાસ વેબ પોર્ટલ અને મોબાઇલ એપ દ્વારા ઉપલબ્ધ છે. લોકો હવે ક્યાંય ગયા વગર સીધા ઘરે બેઠાં પોતાની ફરિયાદ કરી શકે છે. રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં સંચાર અને ગ્રામિણ વિકાસ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આ સેવા લોકો માટે સરળ અને ઝંઝટ વગરની બનાવવામાં આવી છે જેથી કોઈપણ વ્યક્તિ ખોટા કોલ કે મેસેજની જાણ કરી શકે.

ચક્ષુ સુવિધા હેઠળ લોકો અનેક પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓની ફરિયાદ કરી શકે છે. તેમાં ખોટા કસ્ટમર કેર કોલ કોઈ બીજાનું નામ લઈને ફોન કરવો ફિશિંગ લિંક્સ, રોકાણના નામે ઠગાઈ તેમજ નોકરી કે લોટરી આપવાના બહાને થતી છેતરપિંડીનો સમાવેશ થાય છે.સરકારી આંકડાઓ મુજબ આ સુવિધા શરૂ થયા બાદ અત્યાર સુધી લગભગ 7.7 લાખથી વધુ ઠગાઈ સંબંધિત ફરિયાદો નોંધાઈ છે. ફક્ત વર્ષ 2025 દરમિયાન જ 5.19 લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. તેમાં ખાસ કરીને KYC અને પેમેન્ટ ફ્રોડ, સરકારી એજન્સી બનીને કરાતી ઠગાઈ અને રોકાણ સંબંધિત સ્કેમ વધુ જોવા મળ્યા.

ચક્ષૂ (2)

મંત્રીએ સચક્ષુ સુવિધા એવા કેસ માટે છે જ્યાં ઠગાઈ કરવાની કોશિશ થઈ હોય પરંતુ હજી સુધી પૈસાનું નુકસાન થયું ન હોય. જો કોઈ વ્યક્તિ સાથે પૈસાની ઠગાઈ થઈ ગઈ હોય તો તે કેસ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સંભાળે છે. DoT એટલે કે ટેલિકોમ વિભાગ ચક્ષુ દ્વારા મળેલી માહિતીનું વિશ્લેષણ કરે છે. સાચી ફરિયાદ હોવાની ખાતરી કર્યા પછી મોબાઇલ નંબર અથવા યુઝર સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. આ બધી માહિતી સંચાર સાથીના ડેશબોર્ડ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ RBI MPCમાં મોટો નિર્ણય: નકલી ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી પર હવે ₹25,000નું વળતર આપવાની તૈયારી

સાઇબર ક્રાઇમ અને નાણાકીય ઠગાઈને વધુ અસરકારક રીતે રોકવા માટે સરકારે ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પણ તૈયાર કર્યું છે. આ એક સુરક્ષિત ઓનલાઇન સિસ્ટમ છે જ્યાં અલગ-અલગ સંસ્થાઓ એકબીજા સાથે મહત્વની માહિતી શેર કરે છે.હાલ સુધીમાં આ પ્લેટફોર્મ સાથે 1,200થી વધુ સંસ્થાઓ જોડાઈ ચૂકી છે. તેમાં સુરક્ષા એજન્સીઓ, રાજ્ય પોલીસ, બેન્કો, ટેલિકોમ કંપનીઓ, UPI અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર તેમજ WhatsApp જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.સરકારના જણાવ્યા અનુસાર, DIPના કારણે સમયસર કાર્યવાહી કરીને 1,000 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ રોકી શકાયી છે. સાથે જ WhatsAppએ શેર કરાયેલા મોબાઇલ નંબરના આધારે લગભગ 28 લાખ ખોટા એકાઉન્ટ બંધ પણ કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Fraud Reporting Chakshu Telecom Department
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ