ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / RBI MPCમાં મોટો નિર્ણય: નકલી ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી પર હવે ₹25,000નું વળતર આપવાની તૈયારી

કામની વાત / RBI MPCમાં મોટો નિર્ણય: નકલી ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી પર હવે ₹25,000નું વળતર આપવાની તૈયારી

Published By: Vidhata Gothi

Last Updated: 01:51 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ 4થી 6 ફેબ્રુઆરી સુધી ચાલેલી મોનેટરી પોલિસીની મિટિંગ પછી શુક્રવારે કહ્યું કે કેન્દ્રીય બેંક નાના ફ્રોડના ટ્રાન્ઝેક્શનના મામલે બેંક ગ્રાહકોને વળતર આપવા માટે નવા નિયમ તૈયાર કરી રહી છે.

ADVERTISEMENT

દેશભરમાં દિવસેને દિવસે સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે અને કેટલાય લોકો ઓનલાઇન છેતરપિંડીના શિકાર બની રહ્યા છે. સાયબર ઠગો લોકોને છેતરીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લે છે. એવામાં સામાન્ય લોકો માટે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે. બેંક ફ્રોડ સાથે જોડાયેલા નાના કેસમાં ગ્રાહકોને 25000 રૂપિયા સુધીનું વળતર મળશે. કેન્દ્રીય બેંક RBI અ માટે એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક એટલે કે નિયમ અને ગાઇડલાઇન લાવવાની તૈયારી કરી રહી છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ 4થી 6 ફેબ્રુઆરી સુધી ચાલેલી મોનેટરી પોલિસીની મિટિંગ પછી શુક્રવારે આની જાહેરાત કરી. તેમણે કહ્યું, 'કેન્દ્રીય બેંક નાના ફ્રોડના ટ્રાન્ઝેક્શનના મામલે બેંક ગ્રાહકોને વળતર આપવા માટે નવા નિયમ તૈયાર કરી રહી છે.'

તમારી સાથે ફ્રોડ થયું તો બેંક આપશે પૈસા!

કેન્દ્રીય બેન્કે ગ્રાહકોના હિતમાં આ પગલું ભર્યું છે. એક્સપર્ટસનું કહેવું છે કે મોટી સંખ્યામાં ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવવામાં આવે છે. ક્યારેક મોબાઇલ પર ઓટીપી મોકલીને, ક્યારેક લગ્નના કાર્ડના બહાને, ક્યારેક પોતાને નકલી બેંક કે વીમા એજન્ટ ગણાવીને, ક્યારેક પેન્શન વગેરે અટકાવવાનો ડર બતાવીને સાયબર ગુનેગારો સામાન્ય લોકોને શિકાર બનાવે છે. શિકાર થનાર લોકોમાં મોટી સંખ્યામાં ગરીબ વર્ગના લોકો સામેલ હોય છે. એવામાં RBIનો નવો નિયમ સામાન્ય લોકો માટે મોટી રાહત આપનાર સાબિત થઈ શકે છે. કેન્દ્રીય બેંક, આ નિયમ વિશે જલ્દી જ વિગતવાર જાણકારી આપશે.

vtv app promotion

ડ્રાફ્ટ નિયમ જારી થશે, તમે પણ આપી શકો સૂચન

ગવર્નરે જણાવ્યું કે વર્ષ 2017માં અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝેક્શનમાં ગ્રાહકની જવાબદારી મર્યાદિત કરવા માટે નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા. આ નિયમો એવા સંજોગો અને સમયમર્યાદાને વ્યાખ્યાયિત કરે છે કે જેના હેઠળ ગ્રાહકની જવાબદારી શૂન્ય અથવા મર્યાદિત હોય છે.

આ પણ વાંચો: લોન મોંઘી નહીં થાય, પરંતુ...! રેપો રેટને લઇ RBIનો મોટો નિર્ણય, જુઓ રાહત કે યથાવત?

બેંકિંગ સેક્ટર અને પેમેન્ટ સિસ્ટમમાં ટેકનોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને આ જૂના નિર્દેશોની સમીક્ષા કરવામાં આવી છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આ પ્રમાણે, સંશોધિત નિર્દેશોનો ડ્રાફ્ટ, જેમાં નાના મૂલ્યની છેતરપિંડીના કેસમાં વળતરનું માળખું પણ સામેલ છે, તેણે જલ્દી જ સાર્વજનિક પરામર્શ માટે બહાર પાડવામાં આવશે. આમાં તમે પણ તમારા સૂચનો આરબીઆઈને મોકલી શકશો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Fraud Complaints Bank Fraud Compensation Scheme RBI MPC Announcements

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ