ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / લોન મોંઘી નહીં થાય, પરંતુ...! રેપો રેટને લઇ RBIનો મોટો નિર્ણય, જુઓ રાહત કે યથાવત?

BIG BREAKING / લોન મોંઘી નહીં થાય, પરંતુ...! રેપો રેટને લઇ RBIનો મોટો નિર્ણય, જુઓ રાહત કે યથાવત?

Published By: Priyankka Triveddi

Last Updated: 11:25 AM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI Reporate:રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વખતની મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટને 5.25 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે.

ADVERTISEMENT

RBI Reporate: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેને 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કે હવે તમારી લોન EMI પર કોઈ અસર થશે નહીં. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય નાણાકીય નીતિ બેઠકમાં લેવામાં આવ્યો હતો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 6 ફેબ્રુઆરીએ મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયો અંગે માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે RBI એ ડિસેમ્બર મહિનામાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી તેને 5.25 ટકા સુધી લાવ્યું હતું. રેપો રેટ એ તે દર છે જેના આધારે RBI બેંકોને લોન આપે છે. જ્યારે રેપો રેટમાં ઘટાડો થાય છે ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેનો લાભ સામાન્ય ગ્રાહકોને ઓછા વ્યાજ દરના રૂપમાં મળે છે.

2025માં ચાર તબક્કામાં કુલ 1.25% ઘટાડો

વર્ષ 2025 દરમિયાન RBI દ્વારા વ્યાજ દરોમાં તબક્કાવાર મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં વ્યાજ દર 6.5 ટકાથી ઘટાડીને 6.25 ટકા કરવામાં આવ્યો હતો. આ ઘટાડો લગભગ પાંચ વર્ષ બાદ કરવામાં આવ્યો હતો. જે આર્થિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાયો હતો.

ત્યારબાદ એપ્રિલ મહિનાની બેઠકમાં ફરી એકવાર 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો. જૂન મહિનામાં ત્રીજી વાર RBIએ વ્યાજ દરોમાં 0.50 ટકાનો નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. અંતે ડિસેમ્બર મહિનામાં વધુ 0.25 ટકાનો ઘટાડો થતાં રેપો રેટ 5.25 ટકા પર આવી ગયો હતો.

હાલના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે RBI સ્થિરતા જાળવવાના મૂડમાં છે અને વ્યાજ દરોમાં મોટા ફેરફાર વિના અર્થતંત્ર પર નજર રાખી રહી છે.

રિઝર્વ બેંક રેપો રેટ કેમ વધારે છે અને કેમ ઘટાડે છે?

કોઈપણ સેન્ટ્રલ બેંક માટે રેપો રેટ એક મહત્વપૂર્ણ નાણાકીય હથિયાર હોય છે. જેનો ઉપયોગ મોંઘવારી અને અર્થતંત્રની ગતિને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પણ આ પોલિસી રેટના માધ્યમથી નાણાંના પ્રવાહ પર નિયંત્રણ રાખે છે. જ્યારે દેશમાં મોંઘવારી ઝડપથી વધે છે. ત્યારે RBI રેપો રેટમાં વધારો કરે છે. રેપો રેટ વધવાથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી પડે છે. તેના પરિણામે બેંકો પોતાના ગ્રાહકોને આપતી લોન પર વ્યાજ દર વધારી દે છે. લોન મોંઘી થતાં લોકો ઉધાર નાણાં ઓછા લેછે અને જેના કારણે બજારમાં નાણાંનો પ્રવાહ ઘટે છે. માંગમાં ઘટાડો થતાં મોંઘવારી પર અંકુશ આવે છે.

બીજી તરફ જ્યારે અર્થતંત્ર મંદી કે ધીમી ગતિના સમયમાંથી પસાર થાય છે ત્યારે વિકાસને વેગ આપવા માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે. આવી પરિસ્થિતિમાં RBI રેપો રેટમાં ઘટાડો કરે છે. રેપો રેટ ઘટતાં બેંકોને સસ્તા દરે લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે. પરિણામે લોન સસ્તી બને છે, ખર્ચ અને રોકાણમાં વધારો થાય છે અને અર્થતંત્રને નવી ગતિ મળે છે. આ રીતે રેપો રેટ વધઘટ કરીને RBI અર્થતંત્રમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો: 17 ટકા ઉછળ્યો LICનો નફો, આ વીમા કંપનીને લઇ સરકારનો છે મોટો પ્લાન

vtv app promotion

ભારત અમેરિકા ડિલથી નિકાસને મજબૂતી

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે બજેટ 2026 માં જાહેર કરવામાં આવેલા ઉપાય વિકાસ માટે અનુકૂળ હશે અને સેવાઓના નિકાસમાં પણ વધારો જોવા મળશે. આ ઉપરાંત તેમણે ભારત-યુરોપ સંઘ ફરી ટ્રેડ વેપાર સમજૂતી અને સંભવિત અમેરિકા ભારત વેપાર સમજૂતી વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે આ ડીલથી ભારતના નિકાસને મજબૂતી મળશે. રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં થવાને કારણે શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 340 પોઈન્ટ તૂટીને 83000 નીચે આવી ગયો હતો. જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 25500થી નીચે કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં પણ લગભગ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે ઓટો, બેન્કિંગ અને રિયલ એસ્ટેસના શેરમાં પણ કડાકો જોવા મળ્યો હતો. બીએસઇ ઓટો ઇંડેક્સ 542 પોઈન્ટ તૂટીને 60803 પર આવી ગયો જ્યારે બીએસઇ બેન્ક એક્સ 158 પોઈન્ટ તૂટીને 67375 પર પહોંચ્યો હતો. આજે બીએસઇ રિયલ્ટી ઇંડેક્સ પણ 49 પોઈન્ટ તૂટીને 6343 પર આવી ગયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBI Monetary Policy Business News Repo Rate Unchanged

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ