બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:30 AM, 6 February 2026
પબ્લિક સેક્ટરની જીવન વીમા કંપની LIC એ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વોર્ટરના રીઝલ્ટ જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વોર્ટરમાં કંપનીનો નફો 17 ટકા વધીને 12,958 કરોડ રૂપિયા થયો છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ પાછલા નાણાકીય વર્ષ 2024-25 ના સમાન ક્વોર્ટરમાં 11,056 કરોડ રૂપિયાનો પ્રોફિટ કર્યો હતો. LIC એ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, આ ક્વોર્ટર દરમિયાન વીમા કંપનીની નેટ પ્રીમિયમ ઇન્કમ વધીને 1,25,613 કરોડ રૂપિયા થઈ છે જે એક વર્ષ પહેલાના સમાન ક્વોર્ટરમાં 1,06,891 કરોડ હતી. આ દરમિયાન LIC ના શેર 0.65% વધીને 840.45 રૂપિયા પર બંધ થયા હતા.
ADVERTISEMENT
LIC ની કુલ આવક પણ ડિસેમ્બર ક્વોર્ટરમાં 2,33,984 કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ પહેલાના સમાન ક્વોર્ટરમાં 2,01,994 કરોડ રૂપિયા હતી. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વોર્ટરમાં નવા વ્યવસાયમાંથી LICનું પ્રીમિયમ 10,605 કરોડ રૂપિયા રહ્યું જે એક વર્ષ અગાઉના સમાન ક્વોર્ટરમાં 7285 કરોડ રૂપિયા હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેન્દ્ર સરકાર LIC માટે એક મજબૂત યોજના બનાવી રહી છે. અહેવાલો મુજબ, કંપની આગામી નાણાકીય વર્ષમાં ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO) દ્વારા વીમા જાયન્ટમાં તેનો હિસ્સો વધુ ઘટાડવાનું વિચારી રહી છે. અત્યારે સરકાર LICમાં 96.5 ટકા હિસ્સો ધરાવે છે. મે 2022 માં સરકારે IPO દ્વારા કંપનીમાં 3.5 ટકા હિસ્સો 902-949 રૂપિયા પ્રતિ શેરની કિંમત કેટેગરીમાં વેચ્યો હતો. આ શેર વેચાણથી આશરે 21,000 કરોડ રૂપિયા ભેગા થયા હતા.
ADVERTISEMENT
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના નિયમો મુજબ, મે 2027 સુધીમાં આ પબ્લિક સેક્ટરની વીમા કંપનીમાં 10 ટકા જાહેર શેરહોલ્ડિંગની જરૂરિયાતને પૂરી કરવા માટે સરકારે તેનો વધુ 6.5 ટકા હિસ્સો વેચવો પડશે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ પણ હોઇ શકે છે. આથી કોઈ પણ જ ગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વાર માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. અન્યથા https://www.vtvgujarati.com/ કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.