બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ શેરમાં અપર સર્કિટ, 650 ટકા ચઢી ગયો ભાવ, ટ્રેડ ડીલે આપ્યો બૂસ્ટર ડોઝ

બિઝનેસ / આ શેરમાં અપર સર્કિટ, 650 ટકા ચઢી ગયો ભાવ, ટ્રેડ ડીલે આપ્યો બૂસ્ટર ડોઝ

Nirav Kumar

Last Updated: 06:22 PM, 5 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોમ ટેક્સટાઇલ કંપની ફેઝ થ્રીના શેરમાં શાનદાર તેજી આવી છે. આ તેજી ભારત-અમેરિકા વેપાર ડીલને લગતી સકારાત્મકતાના કારણે આવી હોવાનું મનાઈ રહ્યું છે.

ગુરુવાર 5 ફેબ્રુઆરીના રોજ હોમ ટેક્સટાઇલ કંપની ફેઝ થ્રીના શેરમાં જોરદાર તેજી જોવા મળી. જેમાં સતત બે દિવસ સુધી અપર સર્કિટ મારવા છતાં રોકાણકારોનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. શેર લગભગ 2% વધીને 540.40 રૂપિયા પર પહોંચ્યો છે. જે બે મહિનામાં તેનું હાઈ લેવલ છે. બુધવારે અગાઉ શેરે સતત બીજી વખત અપર સર્કિટ મારી હતી. જે 20% અપર સર્કિટ પર પહોંચી હતી. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેર કુલ 47% વધ્યો છે જેનાથી તેને એક વર્ષનું રિટર્ન 27% અને 5 વર્ષનું રિટર્ન લગભગ 650% મળ્યું છે.

  • શેરમાં વધારાના કારણો

હકીકતમાં આ તેજીનું મુખ્ય કારણ ભારત-અમેરિકા વેપાર ડીલને લગતી સકારાત્મકતા છે. યુએસએ ભારતીય ટેક્સ્ટાઇલ ઉત્પાદનો પર 50% સુધીના ભારે ટેરિફ લગાવ્યા હોવાથી ટેક્સ્ટાઇલ ક્ષેત્ર છેલ્લા અમુક મહિનાઓથી દબાણ હેઠળ છે. તેનાથી માંગ અને નફા બંને પર અસર થવાની આશંકા હતી. પરંતુ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ પરિસ્થિતિ બદલાતી દેખાય છે. અમેરિકાએ ભારતીય માલ પરના ટેરિફ ઘટાડીને 18% કર્યા છે જેનાથી ભારતીય ટેક્સ્ટાઇલ કંપનીઓને મોટી રાહત મળી છે અને તેઓ ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની તુલનામાં વધુ સ્પર્ધાત્મક બન્યા છે.

vtv app promotion
  • આ પણ છે કારણ
    ફેઝ થ્રી માટે આ ખબર મહત્વની છે. કેમ કે, કંપનીની આવકનો આશરે 90% હિસ્સો યુએસ, યુકે અને યુરોપમાં થતી એક્સપોર્ટમાંથી આવે છે. કંપનીના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ આ માર્કેટ તેના વ્યવસાય માટે જરૂરી છે. ભારત પહેલેથી જ વિશ્વના સૌથી મોટા ટેક્સ્ટાઇલ એક્સ્પોર્ટ્સમાંનો એક છે, જે વૈશ્વિક ટેક્સ્ટાઇલ અને એપેરેલની નિકાસમાં આશરે 4% હિસ્સો ધરાવે છે. યુએસ, યુરોપિયન યુનિયન અને યુકે ભારતીય ટેક્સ્ટાઇલના સૌથી મોટા ખરીદદારો છે, અને ભારત પાસે ત્રણેય સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કે દ્વિપક્ષીય વેપાર કરારો પણ છે જેનાથી આ ક્ષેત્રને વધુ ફાયદો થવાની અપેક્ષા છે.

વધુ વાંચો : આ બાજુ સોના-ચાંદીમાં ક્રેશ... બીજી બાજુ શેર બજારમાં પણ કોહરામ, સેન્સેક્સ-નિફ્ટી ધડામ

  • શેરની સ્થિતિ

રોકાણકારોનો વિશ્વાસ એ પણ જોઈ રહ્યા છે કે આમ પ્રખ્યાત રોકાણકાર આશિષ કચોલિયા કંપનીમાં હિસ્સો ધરાવે છે. ડિસેમ્બર ક્વોર્ટરના અંત સુધીમાં કચોલિયા ફેઝ થ્રીના 5.42% શેર ધરાવતા હતા અને સપ્ટેમ્બર 2021 થી આ રોકાણ ધરાવે છે. પ્રમોટર્સ કંપનીમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે લગભગ 58% છે જ્યારે પબ્લિક શેરધારકો લગભગ 40.7% હિસ્સો ધરાવે છે. ફેઝ થ્રી વિશ્વભરના મુખ્ય રિટેલર્સને બાથમેટ, રગ્સ, બ્લેન્કેટ, બેડસ્પ્રેડ, ફ્લોર કવરિંગ અને સીટ કવર જેવા હાઈ એન્ડ હોમ ટેક્સ્ટાઇલ પ્રોડક્ટસ સપ્લાય કરે છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Upper Circuit Home Textile Phase Three
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ