બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / ગૂગલ ક્રોમની છૂટ્ટી! ભારતીય યુઝર્સ માટે Agentic AI ફિચર સાથે Perplexity Comet બ્રાઉઝર લોન્ચ
Last Updated: 04:56 PM, 24 September 2025
Google Chrome: ગૂગલ ક્રોમના વેબ બ્રાઉઝરને હવે ભારતમાં બરાબરની ટક્કર મળવા જઇ રહી છે. કેમ કે Perplexityના સીઈઓ અરવિંદ શ્રીનિવાસે જાહેરાત કરી છે કે પર્પ્લેક્સિટી કોમેટ બ્રાઉઝર હવે ભારતીય યૂજર્સ માટે ઉપલબ્ધ થશે. પર્પ્લેક્સિટીના કોમેટ બ્રાઉઝરની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ એજન્ટિક એઆઈ માટેનો તેનો સપોર્ટ છે. ઉદાહરણ તરીકે તમે આસિસ્ટન્ટને કમાંન્ડ આપીને ટિકિટ બુક કરી શકો છો.
ADVERTISEMENT
એજન્ટિક વેબ બ્રાઉઝર્સની એક ખાસીયત એ પણ છે કે ટેબ્સને ટેકઓવર કરીને કામ કરી શકે છે. તમારે ફક્ત કમાન્ડ આપવો પડે છે અને જાતે વેબસાઇટ્સ સાથે ઇંટ્રેક્ટ કરી શકે છે.

ADVERTISEMENT
પર્પ્લેક્સિટી કોમેટ અત્યારે ઇન્વાઇટ બેસ્ટ બ્રાઉજર છે એટલે કે દરેક વ્યક્તિને તેના એક્સેસ મળતા નથી. હવે ભારતમાં તેને વિંડોજ અને મૈક કંમ્પ્યૂટર્સ અને લેપટોપ્સમાં યૂજ કરી શકાય છે. જો કે એંડ્રોયડ અને આઇફોનમાં કોમેટ બ્રાઉજર માટે હજુ રાહ જોવી પડશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ કામની વાત / બેન્કિંગ સેક્ટરમાં નોકરીની બમ્પર તક, 4000 જગ્યાઓ છે ખાલી, જો-જો રહી ના જાઓ!
પર્પ્લેક્સિટીના સીઈઓ અરવિંદ શ્રીનિવાસે લિંક્ડઇન પોસ્ટમાં કહ્યુ કે ભારતમાં બધા પર્પ્લેક્સિટી પ્રો યૂજર્સ માટે કોમેટ બ્રાઉઝર રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ છે કે મફત પર્પ્લેક્સિટી યૂજર્સને કોમેટ બ્રાઉઝર મળશે નહીં. નોંધનીય છે કે યુએસમાં કંપનીએ પર્પ્લેક્સિટી એઆઇ કોમેટ બ્રાઉઝરને ઇન્વઇટ ઓનલી રજૂ કર્યુ હતું. શરૂઆતમાં તેને વ્યાપક પ્રશંસા મળી હતી. પરંતુ ધીમે ધીમે લોકો તેના વિશે ફરિયાદ કરી રહ્યા છે. ગોપનીયતા વિશે પણ ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, કારણ કે પર્પ્લેક્સિટી કોમેટનો અસિસ્ટેંટ તમારા બ્રાઉઝર અને ટેબ્સનો સંપૂર્ણ નિયંત્રણ લઈ શકે છે.
ADVERTISEMENT

તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
ADVERTISEMENT
તમારી પાસે Perplexity Pro સબ્સ્ક્રિપ્શન હોય તો તમે કોમેટ બ્રાઉજરની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. લોગ ઇન કરી અને તેનો વપરાશ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.