બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેન્કિંગ સેક્ટરમાં નોકરીની બમ્પર તક, 4000 જગ્યાઓ છે ખાલી, જો-જો રહી ના જાઓ!

કામની વાત / બેન્કિંગ સેક્ટરમાં નોકરીની બમ્પર તક, 4000 જગ્યાઓ છે ખાલી, જો-જો રહી ના જાઓ!

Shilpa Parmar

Last Updated: 09:24 AM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banking Jobs : જો તમે પણ બેંકમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારા માટે એક ખુશ ખબર છે. કુલ ચાર બેંકમાં સ્નાતક અને ઇજનેરો માટે ભરતી ચાલી રહી છે. જાણી લો ભરતી સંબંધિત વિગતવાર માહિતી.

જો તમે સ્નાતક છો અને બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો કે નોકરી મેળવવા ઈચ્છો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. એકસાથે ચાર બેંકમાં ભરતી આવી છે.

હાલ ઈન્ડિયન બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, કેનરા બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ભરતી ચાલી રહી છે. આ ભરતી સ્પેશિયાલિસ્ટ ઓફિસર, એપ્રેન્ટિસ, ક્રેડિટ મેનેજર અને એગ્રીકલ્ચર મેનેજરના પદો માટે છે. કુલ 3,988 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે.

ઈન્ડિયન બેંકમાં 171 જગ્યાઓ પર ભરતી

ઈન્ડિયન બેંકે સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ભરતી 2025ની સત્તાવાર જાહેરાત કરી છે. આ વર્ષે બેંક કુલ 171 જગ્યાઓ માટે નિમણૂક કરશે. જેમાં ચીફ મેનેજર, સિનિયર મેનેજર અને મેનેજર જેવા પદો સામેલ છે. આ ભરતી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન સિક્યુરિટી અને કોર્પોરેટ ક્રેડિટ એનાલિસિસ જેવા ખાસ ક્ષેત્રો માટે છે.

આ તક એવા ઉમેદવારો માટે ઉત્તમ છે જેમણે જરૂરી શૈક્ષણિક લાયકાત મેળવી છે. જેમાં B.E./B.Tech, MCA, MBA, CA, CFA અને CISSP, ITIL, AWS, FRM જેવી પ્રમાણિત લાયકાતો સામેલ છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. અરજી કરવાની તારીખ 23 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ 13 ઓક્ટોબર 2025 સુધી રહેશે.

job

કેનરા બેંક એપ્રેન્ટિસ ભરતી

કેનરા બેંકમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસના 3,500 પદો માટે ભરતી થશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ 12 ઓક્ટોબર 2025 સુધી ચાલશે. ઇચ્છુક અને લાયક ઉમેદવાર કેનરા બેંકની સત્તાવાર વેબસાઇટ canarabank.bank.in પર અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે ભારત સરકાર માન્યતા પ્રાપ્ત કોઈ પણ યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.

તાલીમ દરમિયાન ઉમેદવારને દર મહિને કુલ 15,000 રૂપિયા વેતન મળશે. જેમાં બેંક સીધા ઉમેદવારના ખાતામાં 10,500 રૂપિયા જમા કરશે અને સરકારનો હિસ્સો 4,500 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે જમા થશે. આ સિવાય કોઈ અન્ય ભથ્થું કે લાભ આપવામાં નહીં આવે.

gov-bank-job

પંજાબ એન્ડ સિંધ બેંક ભરતી

પંજાબ એન્ડ સિંધ બેંકે ક્રેડિટ મેનેજર અને એગ્રીકલ્ચર મેનેજરના 190 પદો માટે ભરતી જાહેર કરી છે. ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ punjabandsind.bank.in મારફતે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2025 છે. આ પદો માટે વેતન 64,820 રૂપિયાથી 93,960 રૂપિયા સુધી રહેશે.

ઉપરાંત, બેંકના નિયમો અનુસાર DA, HRA/લીઝ્ડ હાઉસ, સિટી કેમ્પેન્સેટરી એલોવન્સ (CCA), તબીબી સુવિધા, LTC અને અન્ય લાભો પણ મળશે.

ઈન્ડિયન ઓવરસિઝ બેંક ભરતી

ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO) ના 127 પદો માટે અરજી મંગાવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 3 ઓક્ટોબર 2025 છે. ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ iob.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

વધુ વાંચો : ધોરણ 10-12 પાસ યુવાઓ માટે સુવર્ણ તક, હાઈકોર્ટમાં બહાર પડી ભરતી, છેલ્લી તારીખ નજીક

આ તમામ પદો માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ભરતી માટે સ્નાતક, B.Arch, B.Tech/BE, M.Sc, ME/M.Tech, MBA/PGDM, MCA અથવા PGDBA ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. કુલ મળીને, 2025 માં બેંકિંગ ક્ષેત્રમાં નોકરીઓ શોધી રહેલા સ્નાતક અને ઈજનેરો માટે આ એક સારી તક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banking Jobs Bank SO Recruitment 2025 Government Bank Jobs
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ