અમદાવાદઃ આજે ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ જળયાત્રા ભગવાન જગન્નાથની રથયાત્રાનો જ એક ભાગ છે. જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળીને સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરા સુધી પૂર્ણ થશે. તો નદીમાંથી 108 કળશમાં નદીનું જળ ભરીને મંદિરમાં લવાશે.
ઉલ્લેખનીય છે કે આ જળયાત્રામાં સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. આ સિવાય મંદિરેથી હાથી અને ધજા તથા પતાકાધારી ભક્તો પણ ઉમટશે. સોમનાથ ભૂદરના આરાએ જળયાત્રા પૂર્ણ થશે અને ગંગાપૂજન બાદ ગજવેશ શણગારના દર્શન ભક્તો કરી શકશે.
જગન્નાથ મંદિરેથી સોમનાથ ભૂદરના આરા સુધી જળયાત્રા
14 જુલાઈએ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન શુભદ્રાજી નગરયાત્રાએ નીકળશે. રથયાત્રા પહેલા આજે જગન્નાથ મંદિરથી હાથી બળદગાડાં ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી છે. જળયાત્રામાં સંતો મહંતો સાથે ભાવિક ભક્તો પણ શોભાયાત્રામાં જોડાયા છે. જગન્નાથ મંદિરથી હાથી 1 હજારથી વધુ ભક્તો ભગવાનના મોસાળિયાઓએ પણ જળયાત્રામાં જોડાયા છે.
આ જળયાત્રા જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચશે. ત્યારે હવે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા મંદિરે પહોંચ્યા છે. સાબરમતી નદીના તટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગંગાપૂજન યોજાશે. પૂજન વિધિ બાદ 108 કળશમાં જળ ભરીને જળયાત્રા સવારે મંદિરે પરત ફરશે.
રથયાત્રાનો જ એક ભાગ છે જળયાત્રા
જળયાત્રામાં સામેલ થનારા ત્રણેય બળદ ગાડાંના સુશોભન માટે ચંદરવા પ્રથમ વખત જગન્નાથ પુરીના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સ્થાનિક કારીગરો કાપડ પર રેશમના દોરાનો ઉપયોગ કરી સુશોભન કરવામાં આવતુ હતુ. જોકે આ વખતે પુરીના કારીગરને સામેલ કરવા માટે પ્રેરણા થતા ચંદરવો તૈયાર કરાયો છે.