ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
કામ કરતી વખતે શૂટિંગ દરમિયાન વ્યસ્ત શેડ્યૂલમાં કેવી રીતે ફિટ રહે છે સ્ટાર્સ? આ બોલીવુડ સ્ટાર્સ આખો દિવસ શું ખાય છે? કોણ હોય છે જે એમના ડાયટનું ધ્યાન રાખે છે. આ માટે એમની પાસે ફિટનેસ ટ્રેનર્સ તો હો ય જ છે. સાથે જ એક બીજો પણ ખુલાસો થયો છે. જેમાં સામે આવ્યું છે કે શૂટિંગના દિવસોમાં સેલેબ્સ પોતાનું પરફેક્ટ ડાયટ કેવી રીતે મેન્ટેન કરે છે. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, અર્જુન કપૂર જેવા સિતારા આ સર્વિસનો ફાયદો ઊઠાવીને પોતાના હેલ્ધી ડાયટનું ધ્યાન રાખે છે.
ADVERTISEMENT

જો તમે એવું વિચારીને હેરાન છો કે એમને ખાવાનું કોણ સપ્લાય કરે છે તો જણાવી દઇએ કે આ Pod Supply નામની સર્વિસ છે. આ એક મીલ સર્વિસ છે જે હેલ્ધી ડાયટ માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે. રણવીર સિંહ '83' ના શૂટિંગ શેડ્યૂલમાં અહીંથી ટિફિન સર્વિસ લે છે. આદિત્ય રૉયએ 'મલંગ'ના શેડ્યૂલમાં અહીંયાનું જ ખાવાનું ખાધું. અક્ષય કુમાર અને ફોરએવર યંગ અનિલ કપૂર પણ અહીંનું ખાવાનું ખાઇને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.
ADVERTISEMENT

સેલેબ્સ તો લાખો રૂપિયા આપીને હેલ્ધી ખાવાનું અફોર્ડ કરી લે છે. પરંતુ સામાન્ય લોકો સુધી પહોંચ બનાવવા માટે પણ પૉડ સપ્લાય જલ્દીથી પૉડ લાઇટ સર્વિસ શરૂ કરવાનું છે. કારણ કે સામાન્ય લોકો પણ પોતાના ફેવરિટ સેલેબ્સ જેવું ડાયટ લઇ શકે. આ એ લોકો માટે ફાયદાકારક હોઇ શકે છે જે ડાયટને લઇને ખૂબ જ એલર્ટ રહે છે અને ખાણી પીણી બાબતે બેદરકારીથી દૂર રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ