બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
તમે તમારા જીવનમસ બંને હાથ ગુમાવી દ્યો તો શું કરો? જીવનમાં ફરી ક્યારેય પેન ઉપાડી શકો? પણ આવી જ એક ઘટના પૂણેમાં બની હતી.
પૂણેની 21 વર્ષની શ્રેયાએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે જીવનમાં પોતાના બંને હાથ ગુમાવી દેશે. જ્યારે 2016માં તે કોલેજ જઈ રહી હતી ત્યારે તેમનો એક બસ સાથે ભયાનક અકસ્માત થયો હતો અને આ અકસ્માત તેમણે પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. જેમાં શ્રેયાને ગંભીર રીતે ઈજા થઈ હતી. અને બંને હાથના પંજા કાપવા પડ્યા હતા.
ADVERTISEMENT
આખરે શ્રેયાને 2017માં એક ડોનર મળી ગયો હતો. જે કેરળનો એક 20 વર્ષનો યુવાન હતો. અને તેનું મૃત્યુ થતાં પરિવારજનો શ્રેયાને હાથ આપવા માટે તૈયાર થઈ ગયા હતા. પરંતુ ડોક્ટર માટે મોટો સવાલ તે હતો કે પુરુષના હાથ સ્ત્રી સ્વીકારશે કેમ? કારણકે દુનિયામાં આજ સુધી આવું ટ્રાન્સપ્લાન્ટ હજુ સુધી ક્યાંય થ્યુવ નથી. અને આખરે ડોક્ટરને જે માહિતી મળી તે એકત્ર કરીને શ્રેયાનું હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. અને શ્રેયાએ પુરુષના હાથ સ્વીકારી લીધા.
નવા હાથ મળ્યાં બાદ શ્રેયાને થોડો સમય એડજસ્ટ થવા આપવો પડ્યો. હાથ તો તેના શરીર સાથે જોડાઈ ગયા હતા પરંતુ તેમાં હવે ધીરે ધીરે સંવેદના આવવા લાગી હતી. અને ખાસ્સા સમય બાદ તે પોતાના નવા હાથની આંગળીઓ પણ હલાવા પણ સક્ષમ બની હતી.
ADVERTISEMENT
શ્રેયાનો વર્ણ ગોરો છે પણ જેમના હાથ લગવવામાં આવ્યા તે યુવકનો રંગ શ્યામ હતો. પરંતુ શ્રેયાને આ વાતથી કોઈ વાંધો ન હતો. તેમને તો બસ નવા હાથ મળવાની ખુશી હતી. પરંતુ છેલ્લા એક વર્ષમાં તેના નવા હાથની કાળી ચામડી શ્રેયાના વર્ણ જેવી ગોરી હતી. અને તેના હાથમાં સ્ત્રી જેવી નમણાશ આવી ગઈ હતી. તેમને જોઈને કોઈ કઈ ન શકે કે તેમને પુરુષના હાથ લગાવવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.