બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ghee coffee health benefits kriti sanon rakul preet singh drinks bulletproof coffee benefits
Last Updated: 10:06 PM, 24 February 2024
મોટાભાગના લોકો સેલેબ્સ પાસેથી સ્ટાઈલની સાથે સાથે ફિટનેસ માટે પણ પ્રેરણા લે છે. બોલિવુડ એક્ટ્રેસ ફિટ રહેવા માટે કઈ કસરત કરે છે, શું ખાય છે અને શું રૂટીન ફોલો કરે છે, તે તમામ લોકો જાણવા માંગતા હોય છે. અહીંયા અમે તમને ક્રિતિ સેનન, રકુલ પ્રીત સિંહ, શિલ્પા શેટ્ટી સહિત અન્ય બોલિવુડ એક્ટ્રેસની ફેવરિટ કોફી વિશે જણાવી રહ્યા છે. આ કોફીનું સેવન કરવાથી હેલ્થને અનેક ફાયદા થઈ શકે છે.
ADVERTISEMENT
ક્રિતિ સેનન, રકુલ પ્રીત સિંહ, શિલ્પા શેટ્ટી સહિત અન્ય બોલિવુડ એક્ટ્રેસ બુલેટકોફી પીને દિવસની શરૂઆત કરે છે. જેને સામાન્ય ભાષામાં ઘીવાળી કોફી પણ કહેવામાં આવે છે. ઘીવાળી કોફી પીવાથી શરીરને અનેક લાભ થાય છે, જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
એનર્જી બૂસ્ટ થાય છે
ઘીમાં હેલ્ધી ફેટ હોય છે, જે શરીરમાં ધીમે ધીમે પચે છે. જેથી આખો દિવસ એનર્જેટીક ફીલ થાય છે. સવારે ઘીવાળી કોફી પીવાથી આખો દિવસ શુગર ક્રેવિંગ થતી નથી.
ADVERTISEMENT
ગટ હેલ્ધી રહે છે
ઘીમાં ભરપૂર માત્રામાં બ્યૂટિરિક એસિડ રહેલું છે, જે ગટ હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઘીવાળી કોફી પીવાથી આંતરડામાં રહેલ ગુડ બેક્ટેરિયામાં વૃદ્ધિ થાય છે, જેથી પાચન સારી રીતે થાય છે. અપચો, કબજિયાત, ગેસ, એસિડિટી તથા અન્ય સમસ્યાથી રાહત મળે છે.
વેઈટ મેનેજ
ઘીમાં રહેલ હેલ્ધી ફેટથી પાચન ધીમું થાય છે અને આખો દિવસ પેટ ભરેલું રહે છે. જેથી તમે ઓવરઈટિંગથી બચી શકો છો. જેથી વજન સંતુલિત રહે છે.
ADVERTISEMENT
મહિલાઓ માટે ફાયદાકારક
ઘીવાળી કોફી પીવાથી મહિલાઓમાં હોર્મોન સંતુલિત રહે છે. તણાવ ઓછો થાય છે અને ડિપ્રેશનથી રાહત મળે છે.
બુલેટકોફી બનાવવાની રીત
ADVERTISEMENT
વધુ વાંચો: હેલ્થ માટે વધારે હેલ્ધી છે કાળા રંગના દેખાતા આ 4 ફૂડ્સ, ફાયદા જાણી ખુશ થઇ જશો
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.