ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Ganesha Chaturthi 2019: Man makes Ganpati idols that grow into plants

અનોખું / આ વ્યકિતએ એવી બનાવી ગણેશજીની મૂર્તિ કે વિસર્જન પછી બની જશે ઝાડ

Published By: Juhi

Last Updated: 05:13 PM, 31 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બરના ઉજવવામાં આવશે. 2 સપ્ટેમ્બરના લોકો ભગવાન ગણેશજીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરશે અને 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવશે.

ADVERTISEMENT

આ વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપથી ઉજવવામાં આવે છે. આ તહેવારના દેશભરમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ખાસ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ગણપતિ બાપ્પાને મૂર્તિ ઘરે લઇને તેમનુ આદર-સત્કાર કરે છે, પછી 10 દિવસો બાદ એટલે કે અનંત ચતુર્દશીના વિસર્જનની સાથે મંગલમૂર્તિ ભગવાન ગણેશજીની વિદાય કરવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર યૂઝર્સ ઇકો-ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી ઉજવવા માટે રિકવેસ્ટ કરી રહ્યા છે. એવામાં મેંગ્લોરૂના નિતિન વજે કાગળાના ટૂકડાઓ અને બીજથી ગણેશજીની મૂર્તિ બનાવી છે, જે વિસર્જન પછી ઝાડ બની જશે. 

 

આ મૂર્તિમાં શાકભાજી, ફળો અને ઝાડના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. આ મૂર્તિ સરળતાથી પાણીમાં પીગળી જશે. નિતિને જણાવ્યુ કે, ''મૂર્તિમાં જૂના છાપા અને પુસ્તકોથી બનાવવામાં આવી છે, આમાં કોઇ ઝેરીલા પેન્ટ અથવા તો કોઇ ઝેરીલા પદાર્થનો ઉપયોગ કરવામા આવ્યો નથી. આ સાથે જ મૂર્તિમાં શાકભાજી અને ફળના બીજ નાખવામાં આવ્યા છે, જેથી પાણીમાં પલાળ્યા પછી એક ઝાડના રૂપમાં બદલાઇ જશે.''

નિતિને આગળ કહ્યુ કે, ''અમે આ વર્ષે 30-40 મૂર્તિ બનાવી છે. આ વર્ષે મેંગ્લોરૂમાં માંગ એટલી વધારે નથી, પરંતુ અમે આશા કરીએ છીએ કે આગામી વર્ષે વધારો થાય.''

ટ્વિટર પર યૂઝર્સ નિતિનના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. યૂઝર્સ લખી રહ્યા છે કે, ''આ વાસ્તવમાં આશ્ચર્યજનક છે, આ નાના પગલાથી નિશ્ચિત રૂપથી પ્રદુષણ ઓછી થઇ જશે.'' તો અન્ય એક યૂઝરે કહ્યુ, ''OMG, આ સફળ થાય.''

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi 2019 lifestyle ગણપતિજી Ganesh Utsav 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ