બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / Found in the Netherlands 2000 year old 2 temples, stones placed for believing around also appeared
નેધરલેન્ડ્સમાં બે પ્રાચીન રોમન સામ્રાજ્યના મંદિર મળ્યા છે. અને તેની ઉંમર 2000 વર્ષ ગણાવવામાં આવી છે. આ ખોજને કોઈ સરકારી મદદથી નહીં પણ ખાનગી આર્કિયોલોજી સંસ્થા RAAPએ કરી છે. આ મંદિર નેધરલેન્ડ્સ અને જર્મનીની સીમા પાસે આવેલ ગેલ્ડરલેન્ડ નામની જગ્યા પરથી મળી આવ્યું છે. નેધરલેન્ડ્સમાં પહેલા પણ ઘણી ધાર્મિક રોમન વસ્તુઓ મળી આવી છે પણ પહેલી વખત એક સાથે બે મંદિર મળી આવવાની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
બંને મંદિર ગેલ્ડરલેન્ડના પૂર્વ-મધ્યમાં સ્થિત હેરવીન-હેમેલીંગ ગામમાં ખોદકામ કરતી વખતે મળી આવ્યા છે. આર્કિયોલોજીસ્ટનું કહેવું છે કે આ રોમન લાઈમ્સના અવશેષોને મળતું આવે છે. આ જગ્યા પર રોમનકાળ સમયમાં ચોકી અને કિલ્લા માટે દીવાલો બનાવવામાં આવી હતી. જે જર્મન લોકોથી સુરક્ષા આપવાનું કામ કરતી હતી.
લાઈમ્સ જર્મેનીક્સને યુનેસ્કોની વિશ્વ ધરોહર તરીકેની માન્યતા પ્રાપ્ત થઇ છે. એ જ જગ્યા પર લાંબા સમય સુધી ખોવાયેલ રોમન મંદિર પરિસરની આ ખોજે રોમન સંસ્કૃતિ વિશે નવી અને કિંમતી જાણકારી વિષે ઘણા નવા ખુલાસા કર્યા છે. RAAPનું કહેવું છે કે અમને એ પહેલાથી જ ખબર હતી કે ખોદકામ ચાલે છે એ જગ્યા પર પહેલા રોમન ચોકીઓ અને રહેણાંક વિસ્તાર હતો અને એમને શૌકિયા પુરાતત્વવિદો એ આ વાત જણાવી હતી આ જગ્યા પર રોમન સામ્રાજ્યને લગતી કોઈ મોટી માહિતી હાથ લાગી શકે છે.
ADVERTISEMENT
#Archaeologists have found the first-ever Roman era #temples to be found in the #Netherlands, albeit in a region known for its #Roman fortifications and settlements. https://t.co/oYxF0r7zUC pic.twitter.com/4IVcW5LFsk
— Ancient Origins (@ancientorigins) June 21, 2022
ADVERTISEMENT
શૌકિયા પુરાતત્વવિદોએ 2021 માં એ જગ્યા પર કોઈ પ્રાચીન રોમન કલાકૃતિઓ વિશે શોધ કરી હતી. એ પછી આધિકારિક ખોદકામ શરુ કરવામાં આવ્યું હતું. એ ખોદકામ સમયે ખબર પડી કે ત્યાં બે જુના રોમન ખંડેર મંદિર આવેલ છે. જેનો ઉપયોગ પહેલી અને પાંચમી સદી વચ્ચે થતો હતો. એમાંથી એક ગૈલો-રોમન મંદિર હતું, જે પહાડી પર બનાવવામાં આવ્યું હતું.
બીજું મંદિર નાનું હતું, જે પહેલા મંદિર કરતાં થોડા જ મીટર દૂર આવેલ હતું. પુરાતત્વવિદોનું માનવું છે કે બીજા રોમન મંદિરની જેમ આ મંદિર પણ રોમન સૈનિક માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક સભાનું સ્થળ લાગી રહ્યું છે. કલ્ચર હેરિટેજ એજન્સીનું માનવું છે કે ઊંચા પદવાળ રોમન અધિકારીઓએ એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન કે દેવી-દેવતાઓનનો આભાર માનવા માટે ડઝનો પથ્થર ગોઠવ્યા હતા જે મન્નત પથ્થર તરીકે ઓળખાતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.