ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
જો કે ઈવાન્કા ટ્રમ્પ બીજી વખત ભારત આવી છે. ઈવાન્કા સોમવારે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરી ત્યારે તેણે સુંદર બેબી બ્લુ અને રેડ કલરની ફ્લોરલ પ્રિન્ટેડ થયેલી મીડી ડ્રેસ (વન પીસ) પહેરી હતી. આ ડ્રેસ પ્રોન્ઝા સ્કાઉલર બ્રાન્ડની છે.
ADVERTISEMENT
જો કે આ પહેલીવાર નથી કે, જ્યારે આપણે ઈવાન્કાને આ ડ્રેસમાં જોઈ રહ્યા છીએ. ઈવાન્કા પહેલાં પણ વર્ષ 2019માં આ ડ્રેસમાં દેખાઈ ચૂકી છે. આ ડ્રેસ તેણે આર્જેન્ટિનાની મુલાકાત દરમિયાન પહેર્યો હતો. બેબી બ્લુ બેઝ અને રેડ ફ્લોરલ પ્રિન્ટેડ આ ડ્રેસ વિસ્કો જ્યોર્જિટ મટિરિયલનો છે. ઈવાન્કા પર વેનિક અને રાઉન્ડ સ્લીવ્ઝ વાળા આ ડ્રેસમાં ખૂબ સારી લાગતી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આર્જેન્ટિનાની મુલાકાત દરમિયાન ઈવાન્કાએ પહેલીવાર આ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની કિંમત 1 લાખ 71 હજાર 331 રૂપિયા છે. છેલ્લી વાર આર્જેન્ટિનામાં ઇવાન્કાએ આ ડ્રેસ સાથે બેબી બ્લુ પમ્પસ પહેર્યા હતા. સાથે જ, તેનો બોબ હેર કટ આખા લુકને વધુ પાવરફુલ બનાવતો હતો.
ADVERTISEMENT

જો કે આ વખતે તેણે ડ્રેસ સાથે લાલ પમ્પસ પહેર્યા હતા અને પોતાના લાંબા વાળ ખુલ્લા રાખ્યા હતા. તેણે સ્ટેટમેન્ટ એરિંગ્સ અને ન્યુડ હોઠથી તેના ડ્રેસને કમ્પ્લીટ કર્યો. જો કે, અમે કહીશું કે, ડ્રેસને પુનરાવર્તિત કરીને ઇવાન્કાએ સાબિત કર્યું છે કે ફરીથી ડ્રેસ પહેરવામાં કોઈ નુકસાન નથી. તમને જણાવી દઈએ કે ઇવાન્કા ખાસ કરીને તેના ફેશન સેન્સ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો