ઑનલાઈન ફૂડ ડિલીવરી કંપનીઓના દર ચારમાંથી એક ડિલીવરી બૉય (Food delivery boy) પાર્સલ (parcel) પહોંચાડતા પહેલા ખાવાનું ચાખી લે છે અથવા તો થોડું ખાઈ લે છે તેવો ચોંકાવનારો ખુલાસો એક નવા સર્વેમાં થયો છે. અમેરિકામાં કંપનીઓના 500 ડિલીવરી બૉય પર કરવામાં આવેલા સર્વેના પરિણામો જાણીને તમારા હોશ ઉડી જશે તે નક્કી છે.
આ સર્વે અમેરિકાના ખાદ્ય વિભાગે હાથ ધર્યો હતો. વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, તેમને છેલ્લા ઘણા સમયથી ફૂડ ડિલીવરી બૉયની ફરિયાદો મળી રહી હતી. ઑનલાઈન ફૂડનો ઓર્ડર આપનારા મોટાભાગના ગ્રાહકોએ તેમની ફરિયાદમાં કહ્યું હતું કે, તેમને સાવ ઠંડુ અને નિયત વજન કરતાં ઓછું ખાવાનું મળ્યું હતું. વારંવાર ફરિયાદો મળ્યા બાદ ખાદ્ય વિભાગે ઉબર ઈટ્સ, ડોરડેશ અને પોસ્ટ મેટ્સ એપના ફૂડ ડિલીવરી એપના ડિલીવરી બૉય પર સર્વે હાથ ધર્યો હતો.
આ સર્વેમાં સામે આવ્યું હતું કે, ફક્ત 20 મિનિટના અંતરે આવેલા સ્થળ પર ઑર્ડર પહોંચાડવામાં ડિલીવરી બૉય સરેરાશ 40 મિનિટનો સમય લેતા હતા. જ્યારે કેટલાક ડ્રાઈવર ખાવાનું પહોંચાડવામાં લગભગ 70 મિનિટ સુધીનો સમય પણ લેતા હતા. આ કારણે જ ગ્રાહકોને ઠંડું પડી ગયેલું જમવાનું મળતું હતું. આટલું જ નહીં ઑર્ડર કર્યા પછી મોટાભાગના ગ્રાહકોને ખાવાનું પેકિંગ ઢીલું કે પછી ખુલેલું મળ્યું હતું.
કેટલાક ગ્રાહકોને બહુ ઓછું ખાવાનું ભરેલા પાર્સલ પણ મળ્યા હતા. આ સર્વે માટે યુએસ ફૂડ્સે 1,518 અમેરિકન લોકોનો સમાવેશ કર્યો હતો, જેમણે જણાવ્યું હતું કે, તેમણે ફૂડ ડિલીવરી એપનો ઉપયોગ કર્યો છે. બીજી તરફ 500 અમેરિકન લોકોનું પણ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમણે ઓછામાં ઓછી એક ફૂડ ડિલીવરી એપ માટે કામ કર્યું હતું. આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે, સરેરાશ અમેરિકનના સ્માર્ટફોનમાં બે ફૂડ ડિલીવરી એપ હોય જ છે. જેમાંથી તે મહિનામાં લગભગ ત્રણ વખત ઑર્ડર કરે છે. આ સર્વેમાં 25 ટકા ડિલીવરી બૉયે સ્વીકાર્યું હતું કે, તેમણે ક્યારેકને ક્યારેક ગ્રાહકોનું ખાવાનું પાર્સલ ખોલીને ચાખી લીધું હતું.
ડેટા બ્રીચની ઘટનાઓ આજકાલ સામાન્ય બની ગયેલ છે. આ તમામ વચ્ચે સ્માર્ટફોનની પોપ્યુલર એપ Truecaller એ પણ ડેટા બ્રીચ કર્યાની જાણકારી પ્રાપ્ત થઇ છે. કેટલાય વપરાશકર્તાઓ ફરિયાદ કરી રહ્યા છે કે, તેમના...