ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Find out what BJP state president Patil said in the presence of Navsari MLA
ADVERTISEMENT
ADVERTISEMENT
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવસારીમાં સ્થાનિક ધારાસભ્ય પીયુષ દેસાઈ અને જલાલપોરના MLA આર.સી.પેટલની જાહેરમાં પોલ ખોલી દીધી. બંને વિસ્તારના ધારાસભ્યોના આંતરીક વિખવાદને લોકો સમક્ષ રાખી દીધો છે. સી.આર.પાટીલે એક કાર્યક્રમના સંબોધનમાં કહ્યું કે, નવસારી અને વિજલપુરના ધારાસભ્યો લડતા હતા. તેના કારણે લોકોનો ખો નીકળતો હતો.
ADVERTISEMENT
નવસારી અને જલાલપોરના ધારાસભ્યોના આંતરિક વિવાદની પોલ-ખોલ
નવસારીના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો. પાટીલે કહ્યું કે, અહિંયા એક ધારાસભ્ય બેઠા છે. જ્યારે બીજા ધારાસભ્ય આવ્યા નથી. તેઓ બીજા એક ઉદ્ઘાટનમાં જવાના હતા. જેથી હાજર રહી શક્યા નથી. સી.આર.પાટીલે પાણીની પાઈપલાઈન વિતરણ કરવા બાબતે પણ ખુલાસો કર્યો કે, ત્યાંની જે પાઇપલાઇન હતી તેને અહિંયા પીયૂષ ભાઈ ના પાડતા હતા કે, હું નહીં જવા દઉં અને અહિંથી પાણી આપવાનું હોય તો કે હું નહીં આપું મારે નવસારીમાં ઓછું પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો