ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Famous lyricist Santosh Anand Live anonymously today

નસીબ / રાનૂ મંડલની તો કિસ્મત બદલાઈ ગઈ પરંતુ આ ગીતના ગીતકારની હાલત દયનીય, પાસે સ્માર્ટફોન પણ નથી

Published By: vtvAdmin

Last Updated: 11:31 PM, 25 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લતા મંગેશકરના ગીત 'એક પ્યાર કા નગ્મા હૈ' ગાઈને માયાનગરી તરફના રસ્તે આગળ વધેલ રેનૂ મંડળ આજે સ્ટાર બની ગયેલ છે પરંતુ આ ગીત સાથે સંકળાયેલ વ્યક્તિ હજી પણ સંઘર્ષથી ભરેલું જીવન જીવવા માટે મજબૂર છે. આ ભવ્ય ગીતને પોતાનો અવાજ આપનાર રાનૂ મંડળ આજે સારી સ્થિતિમાં છે, પરંતુ આ ગીત લખનારા સંતોષ આનંદ આજેપણ ગુમનામ જીવન જીવી રહ્યા છે.

ADVERTISEMENT

કવિ સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા સંતોષ આનંદે તાજેતરમાં અખબાર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે લોકોના ફોન આવી રહ્યા છે કે એક ભીખ માંગતી મહિલાએ તમારું ગીત ગાઈને હિમેશની ફિલ્મમાં કામ મેળવ્યું છે, પરંતુ તેમના દ્વારા ગવાયેલું ગીત જોવા માટે મારી પાસે સ્માર્ટફોન પણ નથી.

1995 બાદ ફિલ્મોમાં ગીતો લખવાનું બંધ કર્યું

તેમણે કહ્યું હતું કે મેં 1995 બાદ ફિલ્મોમાં ગીતો લખવાનું બંધ કરી દીધું હતું, પરંતુ પુત્ર અને પુત્રવધૂની આત્મહત્યા બાદ મેં મારી જાતને ઘરની અંદર જ કેદ કરી લીધી. થોડા સમય પછી, કેટલાક મિત્રોની વિનંતીને સ્વીકારીને મેં સ્ટેજ પર ફરીથી ગીતો સંભળાવવાનું શરૂ કર્યું, 

ઘર ખર્ચ કાઢવા કવિ સંમેલનમાં આવું છું 

પરંતુ આજના ગીતોમાં, હવે તેવી વાત નથી રહી. કળા પર બજારનું વર્ચસ્વ વધ્યું છે. ઘરનો ખર્ચ ચલાવવા કવિ સંમેલનમાં આવું છે. મારું આખું જીવન સંઘર્ષમાં વિતાવ્યું છે. સાહિત્ય બેકગ્રાઉન્ડ હતું, તેથી હું સારા ગીતો આપી શક્યો. લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથેની મારી જોડી સૌથી વધુ સફળ રહી છે.

રાનૂ મંડલે હિમેશ સાથે રેકોર્ડ કર્યું ગીત

નોંધપાત્ર વાત એ છે કે હિમેશ રેશમિયાની આગામી ફિલ્મનું નામ હેપ્પી હાર્ડી એન્ડ હીર છે. રાનૂ મંડલ આ ફિલ્મમાં તેરી મેરી કહાની નામનું ગીત ગાવા જઈ રહી છે. હિમેશે તાજેતરમાં જ આ ગીતને રાનૂ સાથે સ્ટુડિયોમાં રેકોર્ડ કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ek pyar ka nagma Lata mangeshkar Ranu mandal santosh anand ગુજરાતી ન્યૂઝ Ranu Mondal Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ