બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / રણવીર સિંહને ડોન 3 છોડવાનો નિર્ણય ભારે પડ્યો! FWICE એ લગાવ્યો ઇન્ડસ્ટ્રીમાં પ્રતિબંધ, અભિનેતાએ તોડ્યું મૌન
Last Updated: 11:21 PM, 25 May 2026
Bollywood News: રણવીર સિંહને લઇ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રતિબંધનો આદેશ આપ્યો છે. એક્ટર સામે કેટલાક મોટા નિર્ણયો લેવાયા છે. આ કાર્યવાહીનું કારણ ફિલ્મ ડોન 3 અચાનક છોડવાનું કહેવાય છે.
ADVERTISEMENT
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે એક મોટું પગલું ભર્યું છે. FWICE એ અભિનેતા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેની સામે અસહકારનો નિર્દેશ જારી કર્યો છે. સમગ્ર ઇંડસ્ટ્રીને તેની સાથે કામ ન કરવા કહેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યુ છે કે આ નિર્ણય ફરહાન અખ્તરની ફિલ્મ ડોન 3 શૂટિંગના થોડા દિવસો પહેલા અચાનક છોડવાના કારણે લેવામાં આવ્યો છે.
રણવીરની મુશ્કેલીઓ વધી
ADVERTISEMENT
ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે ચાલી રહેલા ડોન 3 વિવાદ અંગે FWICE એ મધ્યસ્થી કરી હતી. એક ન્યૂઝ અહેવાલ મુજબ ફેડરેશનના મુખ્ય સલાહકાર અશોક પંડિતે આ બાબતને ખૂબ જ ગંભીર ગણાવી અને શૂટિંગ શરૂ થાય તેના થોડા દિવસો પહેલા જ કલાકારોના ફિલ્મ છોડી દેવાના બદલાતા વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. અશોક પંડિતે સ્પષ્ટ કહ્યુ કે તેઓ આ બાબતે એક બેઠક કરશે અને પછી કોઇ નિર્ણય લેશે.
રણવીર-ફરહાનનો મુદ્દો ક્યારે ઉકેલાશે?
ADVERTISEMENT
ડોન 3 વિવિધ કારણોસર ઘણા વર્ષોથી વિલંબિત છે. રણવીર ઉપરાંત કિયારા અડવાણીએ અગાઉ આ ફિલ્મ છોડી દીધી હતી. તેણી ગર્ભાવસ્થાને કારણે આ પ્રોજેક્ટથી દૂરી કરી લીધી હતી. પછી સમાચાર આવ્યા કે વિક્રાંત મેસીએ પણ ફરહાનની ફિલ્મ છોડી દીધી. પરંતુ રણવીર ફિલ્મ છોડી દેતાં વિવાદ વધ્યો. ધુરંધર જેવી મેગા-બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા પછી અભિનેતાએ અચાનક ડોન 3 છોડી દીધી, જેના કારણે નિર્માતાઓને નુકસાન થયું.
ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ દાવો કર્યો હતો કે રણવીરે શૂટિંગના 10 દિવસ પહેલા પ્રોજેક્ટ છોડી દીધો હતો. આનાથી તેમને નાણાકીય નુકસાન થયું. જોકે રણવીરે દાવો કર્યો હતો કે ફરહાન અખ્તર તરફથી ઘણો વિલંબ થઇ રહ્યો હતો. અને સ્ક્રિપ્ટથી પણ નાખુશ હતો. ફરહાન અખ્તરે રણવીર પાસેથી 40 કરોડ રૂપિયાના નુકશાનના ભરપાઇની માંગ કરી હતી, જે અભિનેતાએ હજુ સુધી ચૂકવ્યું નથી. હવે જોવાનું બાકી છે કે રણવીર ઇડસ્ટ્રીમાંથી પ્રતિબંધિત થયા પછી શું નવા પગલાં લેશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મનોરંજન / 30 વર્ષ બાદ ભારત પરત ફરી મીનાક્ષી શેષાદ્રી, બોલિવૂડમાં કામ કરવા તૈયાર
ADVERTISEMENT
પ્રતિબંધ પર રણવીરનું નિવેદન
રણવીર સિંહના પ્રવક્તાએ FWICE ના નિર્ણય પર એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, "રણવીર સિંહ ફિલ્મ ઇંડસ્ટ્રી અને ડોન ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ માટે ખૂબ જ આદર ધરાવે છે." તેમણે ડોન 3 ને લઇને તાજેતરની ઘટનાઓ પર સંપૂર્ણપણે મૌન રહેવાનો નિર્ણય લીધો છે. તેમનું માનવું છે કે વ્યાવસાયિક બાબતો હંમેશા ઇજ્જત, પરિપક્વતા અને પરસ્પર આદર સાથે ઉકેલવી જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.