બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:37 PM, 25 May 2026
80 અને 90 ના દાયકાની ફેમસ એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રી એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવા માટે તૈયાર છે. ફિલ્મોથી લાંબા સમય સુધી દૂર રહ્યા બાદ તેને હવે એક્ટિંગમાં પાછા ફરવાની ઇચ્છા જાહેર કરી છે અને સારા રોલ શોધી રહી છે.
ADVERTISEMENT
મીનાક્ષીને હજુ પણ ફિલ્મ દામિનીમાં તેના શક્તિશાળી રોલ માટે યાદ કરવામાં આવે છે. તે તેના કરિયરમાં ટોચ પર હતી જ્યારે તેને ઇન્વેસ્ટમેન્ટ બેંકર હરીશ મૈસુર સાથે લગ્ન કર્યા અને પછી શોબિઝ છોડીને યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી થઈ હતી. ત્યાં તે ગૃહિણી તરીકે ન રહી. તે પોતાની શાસ્ત્રીય નૃત્ય સંસ્થા ચલાવતી હતી. હવે 30 વર્ષ બાદ તેના પાછા ફરવાના સમાચારથી ફેંસ ખુશ થયા છે.

ADVERTISEMENT
મીનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડીયો શેર કર્યો છે જેમાં તેને જાહેર કર્યું કે તે લગભગ 30 વર્ષ બાદ તેના વતન મુંબઈ પાછી આવી છે. તેને કહ્યું કે, "મારા બધા ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સનો હાર્દિક અભિવાદન. તમારા પ્રેમ અને સમર્થન માટે મારા હૃદયથી આભાર. 30 વર્ષ બાદ હું મુંબઈ પાછી આવી છું અને નવી આશા, જુસ્સો અને સકારાત્મકતા સાથે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી રહી છું."
ADVERTISEMENT
મીનાક્ષીએ કહ્યું કે, તે હવે એવ રોલ ભજવવા માંગે છે જે પાવરફુલ અને પ્રભાવશાળી હોય. તેના મતે રોલ નાનો હોય કે મોટો મુખ્ય હોય કે સહાયક તેનાથી કોઈ ફરક પડતો નથી. તે ફિલ્મો અને OTT પ્લેટફોર્મ બંનેમાં કામ કરવા માંગે છે. મીનાક્ષીએ એમ પણ ખુલાસો કર્યો કે તેને ઘણી ઓફરો મળી હતી પરંતુ અમુક રોલ ખાસ નહતા અને કેટલાક પ્રોજેક્ટ્સ આગળ વધ્યા ન હતા. તેને કહ્યું કે આ નવી સફરમાં તે એજન્સી કે મેનેજમેન્ટ ટીમ વગરપોતાની જાતે બધું મેનેજ કરી રહી છે.
ADVERTISEMENT
તેનો પુત્ર સ્નાતક થયો છે મીનાક્ષીને થોડો 'મી-ટાઈમ' મળે છે. જોકે તે હવે ભારતમાં રહે છે તે વેકેશન દરમિયાન તેના પરિવાર સાથે યુનાઇટેડ સ્ટેટ્સની પણ મુસાફરી કરે છે. તેને ખુલાસો કર્યો કે તે હાલમાં બોસ્ટન યુએસએમાં છે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી તેના પુત્રના ગ્રેજ્યુએશનની ઉજવણી કરી રહી છે.
મીનાક્ષીએ તેના ફેંસ પાસેથી પણ મદદ અને આશીર્વાદ માંગ્યા. તેને કહ્યું, "હું અહીં મારી જાતને સાબિત કરવા નથી માંગતી. હું માત્ર તે કરવા માંગુ છું જે મને ખુશ કરે છે. તમારો પ્રેમ અને વિશ્વાસ મને આગળ વધવા માટે પ્રેરણા આપે છે."
ADVERTISEMENT
મીનાક્ષી શેષાદ્રીએ 1983માં ફિલ્મ પેઇન્ટર બાબુથી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેમને ખરી ઓળખ સુભાષ ઘાઈની બ્લોકબસ્ટર ફિલ્મ હીરોથી મળી. જેમાં જેકી શ્રોફ હતા. ત્યાર બાદ તેને દામિની, ઘાયલ, શહેનશાહ, મેરી જંગ અને ઘટક સહિત અનેક હિટ ફિલ્મોમાં રોલ કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.