બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અનિલ કપૂરના 30 મિનિટમા થયેલા લગ્નને થયા 42 વર્ષ, કહ્યું- હનીમૂન પર પણ ગયા નથી
Last Updated: 06:33 PM, 20 May 2026
Bollywood: અનિલ કપૂરે તેમના 42મા લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના અને પત્ની સુનિતા કપૂરના જુના ફોટા શેર કર્યા. તેણે જણાવ્યુ કે તેમના લગ્ન ફક્ત 30 મિનિટમાં થયા હતા, જેમાં પરિવારના થોડા નજીકના સભ્યો હાજર હતા.
ADVERTISEMENT
બોલીવુડના અભિનેતા અનિલ કપૂર આજે તેમની 42મી લગ્ન વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. અનિલ કપૂર અને સુનિતા કપૂરના લગ્નને ત્રણ દાયકાથી વધુ સમય થઈ ગયો છે. તેમણે તેમના લગ્નની અનકહી સ્ટોરી શેર કરી. અભિનેતાના લગ્નની સ્ટોરી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી.
ADVERTISEMENT
30 મિનિટમાં લગ્ન
ADVERTISEMENT
તેમની 42મી વર્ષગાંઠ નિમિત્તે અનિલ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાના અને સુનિતાના કેટલાક તે સમયના ફોટા શેર કર્યા. એક ફોટામાં અનિલ અને સુનિતા લગ્ન કરતા જોવા મળે છે. બાકીના ફોટામા એક બીજા પ્રત્યે પ્રેમભાવની જલક જોવા મળે છે.
પ્રેમ અને રોમાંસથી ભરેલો ફોટો શેર કરતા અનિલ કપૂર લખે છે કે અમારા લગ્નને 42 વર્ષ થઈ ગયા છે, અમારા લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. લગભગ 30 મિનિટમાં બધું થઇ ગયું. કોઈ હનીમૂન નહીં, કોઈ ઢોલ નગારા નહીં, ફક્ત અમારા માતાપિતા, થોડા નજીકના મિત્રો અને અમે બંને. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે 30 મિનિટ 53 વર્ષ બની જશે. તેઓ કહે છે કે લગ્ન સ્વર્ગમાં બને છે, અને ખરેખર અમારા લગ્ન સ્વર્ગમાં થયા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મનોરંજન / ઈવેન્ટમાં બબાલ વચ્ચે એક્ટર ગોવિંદાએ ફેન્સનું દિલ જીતી લીધું, જુઓ Video
ADVERTISEMENT
અનિલ કપૂર લખે છે, "મેં આ પહેલા પણ કહ્યું છે અને હું ફરીથી કહીશ,તમે જ છો જેનાથી બધું કામ ચાલે છે. તમે જ કારણ છો કે હું દરેક સ્વપ્નને પૂર્ણ કરી શક્યો છું, દરેક જોખમ લઈ શક્યો છું અને શાંતિથી દરેક સેટ પર જઈ શક્યો છું. કારણ કે મને હંમેશા વિશ્વાસ રહ્યો છે કે તમે બધું પ્રેમથી સંભાળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.