ન્યૂઝ અપડેટ્સ
VTV / ચૂંટણી 2019 / By Election date announced for Six Rajya Sabha seats gujarat bihar orissa
ADVERTISEMENT
ચૂંટણીપંચ દ્વારા શનિવારે રજૂ થયેલ કાર્યક્રમ અનુસાર બિહાર, ઓડિસા અને ગુજરાતની ખાલી પડેલી છ બેઠકો પર પેટાચૂંટણી થશે. જેમાં બિહારથી એક, ગુજરાતમાંથી બે અને ઓડિસામાંથી ત્રણ બેઠકો ખાલી થઇ છે.
ADVERTISEMENT
અમિત શાહ, સ્મૃતિ ઇરાની સહિત છ બેઠકો ખાલી
ગુજરાતથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની, જ્યારે બિહારથી રવિશંકર પ્રસાદ અને ઓડિસાથી બીજદના અચ્યુતાનંદ સામાંત લોકસભાના સભ્ય બન્યા છે. જ્યારે ઓડિસાથી રાજ્યસભા સભ્ય પ્રતાપ કેશરી દેબને વિધાનસભા સભ્ય પંસદ કરતા અને સૌમ્ય રંજન પટનાયકના રાજીનામાંના કારણે આ બેઠકો ખાલી થઇ છે. આ બેઠકો પર પેટાચૂંટણી માટે 18 જૂને માહિતી રજૂ કરતાની સાથે ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિક શરૂઆત થશે.

ADVERTISEMENT
25 જૂને નામાંકન, 5 જુલાઇએ મતદાન
ઉમેદવારી માટે નામાંકનની છેલ્લી તારીખ 25 જૂન હશે અને 26 જૂને નામાંકન પત્રોની તપાસ કરવામાં આવશે. નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 28 જૂન નક્કી કરવામાં આવી છે. જ્યારે 5 જુલાઇના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. મતદાન બાદ સાંજે પાંચ કલાકે મતગણતરી થશે.

ADVERTISEMENT
1 બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર ફરી શકે છે પાણી
રાજ્યસભાની ચૂંટણીમાં અનોખો વળાંક આવ્યો છે. રાજ્યસભાની પેટાચૂંટણી પર અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અલગ-અલગ નોટિફિકેશન હોવાથી દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરી શકે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં ભાજપ બંને બેઠક જીતી શકે છે.

ADVERTISEMENT
શું હવે કોંગ્રેસના ખાતામાં જશે એક બેઠક?
એક પ્રકારે ગુજરાતની એક બેઠક કોંગ્રેસના ખાતમાં જવાની શક્યતાઓ છે. ભાજપે બન્ને બેઠકો પર જીત મેળવવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે. જોકે ગુજરાત વિધાનસભામાં હાલના ધારાસભ્યોની ગણતરી અનુસાર એક બેઠક ભાજપને અને એક બેઠક કોંગ્રેસના ખાતામાં જઇ શકે છે. પરંતુ રાજ્યસભાની પેટાચૂંટણીમાં અલગ અલગ નોટિફેકશન બહાર પાડતા ભાજપ બન્ને બેઠક જીતી શકે છે.
ભાજપને જીતવા 120 ધારાસભ્યોની જરૂર
વિધાનસભામાં કોંગ્રેસ પાસે હાલ 72 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે 100 ધારાસભ્યો છે. જ્યારે ભાજપના ચાર ધારાસભ્ય સાંસદ બનતા ભાજપનો આંકડો 100 થઇ ગયો છે. જ્યારે ભાજપે બન્ને બેઠકો જીતવા માટે 120 ધારાસભ્યોની જરૂર છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીનો કાર્યકાળ 18 ઓગષ્ટ 2023 સુધી અને પ્રસાદનો કાર્યકાળ બે એપ્રિલ 2024 સુધી હતો. ત્યારે ગત વર્ષે એપ્રિલમાં બીજદ રાજ્યસભાના સભ્ય બન્યા પટનાયકે ગત છ જૂને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતને રિટર્ન ગિફ્ટ / ગૌરવની ક્ષણ ! કોરોના મદદની ગિફ્ટ, આ દેશ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરશે