ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / અમદાવાદમાં 3 મહિલાઓએ DySPનો ફ્લેટ પચાવી પાડ્યો, ભાડે આપ્યા બાદ ખાલી જ ન કર્યો

ક્રાઈમ / અમદાવાદમાં 3 મહિલાઓએ DySPનો ફ્લેટ પચાવી પાડ્યો, ભાડે આપ્યા બાદ ખાલી જ ન કર્યો

Published By: Vishal Khamar

Last Updated: 10:50 PM, 15 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પોલીસ અધિકારીની મિલકત પણ સુરક્ષિત નથી રહી. 3 મહિલાઓએ ડીવાયએસપી અશોકસિંહ ગોહિલનો ફ્લેટ પચાવી પાડ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ADVERTISEMENT

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતા એક પોલીસ અધિકારીને જ પોતાની મિલ્કત બચાવવા માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપવાની ફરજ પડી છે. શહેરના ન્યૂ CG રોડ વિસ્તારમાં આવેલા એક ફ્લેટ મામલે DySP અશોકસિંહ ગોહિલે ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

માહિતી અનુસાર, DySP અશોકસિંહ ગોહિલે માર્ચ 2020માં ન્યૂ CG રોડ નજીક આવેલો અંદાજે 95 લાખ રૂપિયાનો ફ્લેટ વેચાણ દસ્તાવેજ દ્વારા ખરીદ્યો હતો. ફ્લેટ ખરીદ્યા બાદ તેમાં રહેતી ત્રણ મહિલાઓએ પોતાની દીકરીઓની પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી થોડો સમય રહેવા દેવાની વિનંતી કરી હતી. માનવતાના ધોરણે ગોહિલે તેમને સમય આપ્યો હતો.

પરંતુ ત્યારબાદ કોરોના મહામારી અને લોકડાઉનનો સમય શરૂ થતાં મહિલાઓ ફ્લેટ ખાલી કરવામાં ટાળટૂળ કરતી રહી. DySP ગોહિલે અનેક વખત મૌખિક તેમજ અન્ય રીતે ફ્લેટ ખાલી કરવા રજૂઆતો કરી હોવા છતાં મહિલાઓએ મિલ્કતનો કબજો છોડ્યો ન હતો.

આખરે મામલો ગંભીર બનતા DySP ગોહિલે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી માટે અરજી કરી હતી. કલેક્ટરના આદેશ બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિલાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ સમગ્ર મામલાની વધુ તપાસ ACP ડી.વી. રાણાને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન મિલ્કતના દસ્તાવેજો, રહેઠાણની પરિસ્થિતિ તેમજ કબજાને લગતા તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ યાત્રાધામ ડાકોર મંદિરમાં મનોરથોના ભાવવધારો 2 મહિના માટે મોકૂફ રખાયો, બેઠક બાદ ટ્રસ્ટીનો નિર્ણય

આ ઘટના શહેરમાં મિલ્કત કબજાના વધતા વિવાદો અને કાયદાકીય પ્રક્રિયાઓ અંગે અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે. ખાસ કરીને, એક ઉચ્ચ પોલીસ અધિકારીને જ પોતાની મિલ્કત માટે કાયદાકીય સહારો લેવો પડ્યો હોવાના કારણે મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandkheda Police Station Ahmedabad Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ