ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / યાત્રાધામ ડાકોર મંદિરમાં મનોરથોના ભાવવધારો 2 મહિના માટે મોકૂફ રખાયો, બેઠક બાદ ટ્રસ્ટીનો નિર્ણય
Last Updated: 10:37 PM, 15 May 2026
ADVERTISEMENT
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં મનોરથોના ભાવ વધારો મામલે ડાકોર મંદિરમાં મનોરથોના ભાવ ટેમ્પલ કમિટી દ્વારા ચાર ગણા કરવામાં આવ્યા હતા. ભાવ વધારા બાબતમાં સેવક પૂજારીઓ અને ભક્તોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ નોંધાતાની સાથે ટેમ્પલ કમિટી દ્વારા સેવક પૂજારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.
ADVERTISEMENT

આ ભાવ વધારો ડાકોરના વિકાસ માટે કરવામાં આવ્યો હતો:- ગિરીશ દાણી
ADVERTISEMENT
નવનિયુક્ત ટ્રસ્ટી ગીરીશભાઈ દાણી દ્વારા સેવક પૂજારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે ટ્રસ્ટી ગિરીશભાઈ દાણીએ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મનોરથોના ભાવ વધારાને બે મહિના માટે સ્થગિત કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો ડાકોરના વિકાસ માટે કરવામાં આવ્યો હતો. ડાકોરના રોડ રસ્તાની પરિસ્થિતિ આંખે વળગે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'દીકરી સામે કપડાં કાઢતો, મોઢામાં ડૂચો મારી દુષ્કર્મ આચર્યું, રાજકોટમાં હિંદુ મહિલા સાથે વિધર્મીનું દુષ્કર્મ
સેવક પૂજારીએ કહ્યું કે નવા નિમાયેલા ટ્રસ્ટીને કાંઈ જ ખબર નથી
ADVERTISEMENT
તો આ સમગ્ર બાબતને લઈ સેવક પૂજારી જગદીશ સેવકે આપી મીડિયા અને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સેવક પૂજારીએ કહ્યું કે નવા નિમાયેલા ટ્રસ્ટીને કાંઈ જ ખબર નથી. ટ્રસ્ટીએ બે મહિનાનો સમય માગ્યો છે તે સમય દરમિયાન અમે અમારા સૂચનો રજૂ કરીશું. બે મહિના બાદ પણ જો મનોરથોના ભાવમાં વધારો થશે તો અમે ભૂખ હડતાલ પર બેસીશું.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો