ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / dussehra rally war between uddhav group and shinde group

મહારાષ્ટ્ર / સેના બાદ હવે મેદાન કોનું? હાઇકોર્ટમાં ઠાકરેની જીત સામે SCમાં જશે 'શિંદેસેના'

Published By: Jaydeep Shah

Last Updated: 12:09 PM, 24 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈનાં શિવાજી પાર્કમાં દશેરા રેલીને લઈને ઠાકરે ગ્રુપ અને શિંદે ગ્રુપ વચ્ચે રસ્સાકસ્સીમાં હાઈકોર્ટે ઉદ્ધવ ગ્રુપને પરવાનગી આપતા હવે શિંદે ગ્રુપ SCમાં જશે.

ADVERTISEMENT

  • ઉદ્ધવ જૂથને હાઈકોર્ટ પાસેથી મળી હતી શિવાજી પાર્કમાં રેલીની પરવાનગી 
  • હાઈકોર્ટનાં નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જશે શિંદે જૂથ 
  • ઉદ્ધવ ગ્રુપે પહેલા કરી હતી BMCને અરજી 

 

 મુંબઈનાં શિવાજી પાર્કમાં દશેરા રેલી કોણ કરશે, આ વાતને લઈને ઉદ્ધવ ઠાકરે અને શિંદે ગ્રુપમાં રસ્સાકસ્સી ચાલી રહી છે. જોકે, આ વિષે બોમ્બે હાઈકોર્ટે ઉદ્ધવ ઠાકરેને રાહત આપતા શિવાજી પાર્કમાં 5 ઓક્ટોબરથી થનારી દશેરા રેલીની મંજૂરી આપી હતી, પણ હવે સૂત્રો તરફથી સમાચાર સામે આવ્યા છે કે હાઈકોર્ટનાં આ નિર્ણય વિરુદ્ધ શિંદે ગ્રુપ સુપ્રિમ કોર્ટ જશે. નોંધનીય છે કે શિવસેના પોતાની સ્થાપના સમયથી જ શિવાજી પાર્કમાં દશેરા રેલી કરી રહી છે. 

સોમવારે અરજી દાખલ કરવામાં આવી શકે છે 
સમાચાર મળી રહ્યા છે કે હાઈકોર્ટનાં નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જવા માટે શિંદે ગ્રુપ સીનીયર વકીલો પાસેથી સલાહ લઇ રહ્યું છે. શિંદે સોમવારે અરજી દાખલ કરીને જલ્દી જ સુનાવણીની માંગ કરી શકે છે. 

મંજૂરી મળે કે ન મળે, શિવાજી પાર્કમાં અમે જ કરશું દશેરા રેલી
આ પહેલા ઉદ્ધવ ઠાકરેનાં નેતૃત્વમાં શિવસેનાએ કહ્યું હતું કે BMCની મંજૂરી મળે કે ન મળે, તેઓ શિવાજી પાર્કમાં મેદાન પર પાર્ટીની વાર્ષિક દશેરા રેલી કરશે. મુંબઈના ભૂતપૂર્વ મેયર મિલિંદ વૈદ્યના નેતૃત્વમાં શિવસેનાના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રેલી યોજવાની પરવાનગી માટે તેમની અરજીની સ્થિતિ વિશે પૂછવા BMC અધિકારીઓને મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમને પરવાનગી મળે કે ન મળે, બાળાસાહેબ ઠાકરેના શિવસેનાના કાર્યકરો રેલી માટે શિવાજી પાર્કમાં ભેગા થશે. . અમે અમારા નિર્ણય પર ખૂબ મક્કમ છીએ."

ઉદ્ધવ ગ્રુપે પહેલા કરી હતી અરજી 
22 ઓગસ્ટના રોજ, ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના અનિલ દેસાઈએ મધ્ય મુંબઈમાં  પ્રતિષ્ઠિત પાર્કમાં રેલીનું આયોજન કરવા BMCને પરવાનગી માટે અરજી કરી હતી. ત્યાર બાદ 30 ઓગસ્ટના રોજ શિંદે જૂથના ધારાસભ્ય સદા સર્વંકરે પણ BMCના G-North વોર્ડમાંથી દશેરા રેલીનું આયોજન કરવાની પરવાનગી માટે અરજી કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Eknath Shinde Uddhav Thackeray ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે Maharashtra

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ