બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Donald Trump has crossed the threshold of 1,215 delegates, officially clinching the Republican nomination
અમેરિકામાં નવેમ્બર 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રાષ્ટ્રપતિની ચૂંટણી આડે હજુ 8 મહિના જેટલો સમય છે ત્યારે તે પહેલા બે ઉમેદવારો નક્કી થઈ ગયાં છે એટલે હવે ચૂંટણીમાં ત્રીજો કોઈ ઉમેદવાર નહીં હોય. ડોનાલ્ડ ટ્રંપે રિપબ્લિકન પાર્ટીનું અને હાલના પ્રેસિડન્ટ જો બાયડને ડેમોક્રેટ પાર્ટીનું નામાંકન મેળવી લેતાં હવે તેમની બેની વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી લડાશે. ભારતીય મૂળના નિક્કી હેલી રિપબ્લિકન પાર્ટીની રેસમાંથી ખસી જતા ટ્રમ્પ માટે માર્ગ ખૂલ્યો હતો. ડેમોક્રેટ્સ પાર્ટીમાં બાયડનની ઉમેદવારીને કોઈને પડકારી નહોતી તેથી તેમણે સરળતાથી નામાંકન મેળવી લીધું.
ADVERTISEMENT
Donald Trump has crossed the threshold of 1,215 delegates, officially clinching the Republican nomination.
— Jesse Cohen (@JesseCohenInv) March 13, 2024
That sets up a rematch against Democrat Joe Biden in November.
It is the first presidential election rematch since 1956.
Who are you voting for? 🇺🇸🇺🇸 pic.twitter.com/GBfKOf4Ok7
ADVERTISEMENT
નવેમ્બર 2024માં ચૂંટણી
અમેરિકા રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બર 2024મા યોજાશે. રાષ્ટ્રપતિના બન્ને ઉમેદવારો પાસે પ્રચાર માટે 8 મહિના જેટલો સમય છે.
108 વર્ષ બાદ રીમેચ
આજથી 108 વર્ષ પહેલા એટલે કે 1956ની સાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના તત્કાલિન બે ઉમેદવારો રિમેચ થયાં હતા. 1956ની સાલમાં રિપબ્લિકન પ્રેસિડન્ટ Dwight D. Eisenhowerએ ફરી વાર ડેમોક્રેટ ઉમેદવાર Adlai Stevensonને હરાવ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.