બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અહીં ડબ્બીમાં બંધ છે બે આત્મા, ભૂતોનો લાગે છે મેળો, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે

ધર્મ / અહીં ડબ્બીમાં બંધ છે બે આત્મા, ભૂતોનો લાગે છે મેળો, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે

Published By: Vidhata Gothi

Last Updated: 11:27 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nauka Baba Temple: બલિયામાં નવકા બાબાનું મંદિર ખૂબ જ રહસ્યમય છે. અહીં ભૂતપ્રેતનો એક મેળો ભરાય છે, જેમાં દેશભરમાંથી લોકો ભૂતપ્રેત, ચામડીના રોગો અને માનસિક સમસ્યાઓના ઉપચાર માટે લોકો આવે છે. આ મંદિરની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. ચાલો જાણીએ.

એમ તો આપણા દેશમાં ઘણા રહસ્યમય સ્થળો આવેલા છે કે જેનું રહસ્ય હજુ ક્યારેય ઉકેલાયું નથી, અને જેના વિશે જાણીએ તો જરૂર અચંબામાં મૂકાઈ જવાય. આવી જ એક જગ્યા આવેલી છે - ઉત્તર પ્રદેશના બલિયા. બલિયામાં નવકા બાબાનું મંદિર આવેલું છે. મણિયાર કસ્બામાં આવેલું આ મંદિર કેટલું જૂનું છે તે કોઈને ખબર નથી. પરંતુ દેશભરમાંથી ભૂત-પ્રેતથી પીડિત લોકો આ મંદિરમાં આવે છે અને તેમની સમસ્યાનો ઉકેલ મેળવીને જાય છે. આ મંદિર પરિસરમાં નવરાત્રિ દરમિયાન મેળો ભરાય છે જે ભૂતથી છુટકારો અપાવે છે. અહીં હજારો લોકોની ભીડ હોય છે, તો પણ એ સમયનું અહીંનું દ્રશ્ય ખૂબ જ ડરામણું હોય છે.

આ મંદિરના પૂજારીએ જણાવ્યું કે પ્રાચીન સમયમાં બે ભાઈઓ મગધ પ્રાંતથી અહીં આવ્યા હતા, જેને આજે બિહાર કહેવામાં આવે છે. તે સમયે અહીં ગાઢ જંગલ હતું. આ બે ભાઈઓએ ખૂબ જ મહેનતથી અહીં સાફસફાઈ કરી અને આ મંદિરની સ્થાપના કરી હતી. તે સમયે જંગલમાં એક ડાકણ રહેતી હતી. આ ડાકણે બંને ભાઈઓને મારીને તેમની આત્માઓને એક નાની ડબ્બીમાં ભરી દીધી હતી.

vtv app promotion

બંને ભાઈઓના તેજથી ભસ્મ થઈ ગઈ હતી ડાકણ

ડબ્બીમાં બંધ થયા પછી પણ, આ બે ભાઈઓનું તેજ અકબંધ રહ્યું હતું. આ તેજમાં બળીને આ સમગ્ર વિસ્તારનું જંગલ આપમેળે સાફ થઈ ગયું. એ જ આગમાં એ ડાકણ પણ બળીને રાખ થઈ ગઈ. આ પછી, બંને ભાઈઓ સ્થાનિક લોકોના સપનામાં દેખાવા લાગ્યા અને લોકોને અહીં પોતાનું સ્થાન બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. એ પછીથી આ જગ્યા પર કોઈ પણ પ્રકારના ભૂત-પ્રેત સહિત અન્ય અલૌકિક શક્તિઓથી મુક્તિનું કેન્દ્ર બની ગયું. પહેલા તો ફક્ત આસપાસના લોકો જ અહીં આવતા હતા, પરંતુ ધીમે ધીમે આ મંદિરની ખ્યાતિ વધતી ગઈ. હવે આ મંદિરમાં ફક્ત યુપી-બિહારથી જ નહીં, પરંતુ દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને સાઉથના ઘણા રાજ્યોથી પણ લોકો આ મંદિરમાં આવે છે.

આ પણ વાંચો: ભગવાન રામની કાળા પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ, મુખ્યદ્વારથી પણ મંદિર જોઈ શકાતુ નથી

ત્વચાના રોગો અને ભૂત-પ્રેતથી છુટકારો અપાવવાનો દાવો

મંદિરના પૂજારીનું કહેવું છે કે આ મંદિરમાં લોકોને ભૂતપ્રેતથી તો છુટકારો મળે જ છે, સાથે જ લોકો અહીં રક્તપિત્ત અને સફેદ ડાઘ સહિત અન્ય અસાધ્ય ત્વચા રોગોથી પણ રાહત મેળવવા માટે આવે છે. કેટલાક સમયથી લોકો માનસિક બિમારીઓના નિવારણ માટે પણ અહીં આવવા લાગ્યા છે. એવી માન્યતા છે કે લોકોને આ મંદિરના પ્રસાદ અને સારવારથી લાભ મળે છે. એટલા માટે લોકો અહીં એક વાર બાધા માંગવા આવે છે અને બીજી વાર બાધા પૂર્ણ થયા પછી પ્રસાદ ચઢાવવા આવે છે. આ મંદિરમાં ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં એક મોટો મેળો ભરાય છે. તેને ભૂતોનો મેળો કહેવામાં આવે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nauka Baba Temple UP Ballia Viral News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ