ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સુખ-શાંતિ જોઇએ છે? તો દશેરાએ અવશ્ય કરો આ કાર્ય, થશે લક્ષ્મીનો વરસાદ

ધર્મ / સુખ-શાંતિ જોઇએ છે? તો દશેરાએ અવશ્ય કરો આ કાર્ય, થશે લક્ષ્મીનો વરસાદ

Published By: Vidhata Gothi

Last Updated: 01:29 PM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dussehra Upay: દશેરાના દિવસે કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે, આર્થિક સમસ્યા દૂર થાય છે અને કારકિર્દીમાં આવતા અવરોધ દૂર થાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

ADVERTISEMENT

દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ખરાબ પર સારાની જીતની ઉજવણીનો તહેવાર છે. આ દિવસે રાવણ દહનની સાથે, દેવી-દેવતાઓ અને શસ્ત્રોની પૂજા કરવાનું પણ ખાસ મહત્ત્વ હોય છે. પરંતુ જો આ દિવસે કેટલાક ચોક્કસ ઉપાયો કરવામાં આવે તો જીવનમાં ઘણા શુભ પરિણામો મળી શકે છે.

dussehra

દશેરા પર આ ઉપાયો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે, જેનાથી સુખ, સમૃદ્ધિ આવે છે અને ધન લાભ થાય છે. જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય, કારકિર્દી નિષ્ફળ જઈ રહી હોય, અથવા કૌટુંબિક સમસ્યાઓ હોય, તો આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી આ સમસ્યાનું સમાધાન થઈ શકે છે.

vtv app promotion

ઘરે લગાવો આ છોડ, માનવામાં આવે છે ખાસ

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, દશેરાના દિવસે જો ઘરે શમીનો છોડ લગાવવામાં આવે તો આનાથી ઘણા શુભ પરિણામ મળે છે. દશેરાના દિવસે ઘરની દક્ષિણ બાજુએ શમીનો છોડ લગાવવો જોઈએ. ઘરની નજીક શમીનો છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘર-પરિવારમાં ધન-સંપત્તિનો માર્ગ મોકળો થાય છે. દશેરા પર, રાવણ દહન કર્યા પછી બચેલા લાકડા અથવા રાખને ઘરે લાવીને સુરક્ષિત જગ્યાએ મૂક્વોઈ જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આર્થિક લાભ થાય છે.

આ પણ વાંચો: 3 ઓક્ટોબરે શનિ કરશે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, જે વધારશે આ જાતકોનું ટેન્શન!

દશેરાના દિવસે કરો આ વસ્તુનું દાન

દશેરાના દિવસે સાવરણીનું દાન કરવું જોઈએ. સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. દશેરા પર નવી સાવરણી ખરીદીને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થાય છે અને નાણાકીય સમસ્યાઓનું સમાધાન મળે છે. દશેરા પર ઘરમાં ચારમુખી દીવો પ્રગટાવવો જોઈએ. દશેરાના દિવસે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પૂર્વજો અને દેવતાઓના આશીર્વાદ મળે છે, જેનાથી માનસિક શાંતિ અને પારિવારમાં સુમેળ વધે છે. આ ઉપાયોથી જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dussehra Tips Dharma News Dussehra Upay

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ