બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:49 AM, 17 October 2025
Dhanteras 2025 Shubh Muhurat: ધનતેરસને ધન ત્રયોદશીના નામથી પણ ઓળખવામાં આવે છે, આ પર્વ દર વર્ષે આસ મહિનાના કૃષ્ણ પક્ષની તેરસની તિથિ પર ઉજવવામાં આવે છે. જે આવ્સ્રેહ 18 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. કહેવાય છે કે ધનતેરસના દિવસે સમુદ્ર મંથનથી લક્ષ્મી મોટા પ્રગટ થયા હતા. એટલે આ દિવસે લક્ષ્મી માતાની સાથે-સાથે સમુદ્ર અને ધનના દેવતા કુબેર અને આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરિની પૂજા પણ કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃધ્ધિ આવે છે. પૂજા સિવાય ધનતેરસના દિવસે સાવરણી, સોનું, વાસણ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. પરંતુ આ બધી વસ્તુઓ શુભ મુહૂર્તમાં ખરીદવી જોઈએ. ચાલ જાણીએ આ વર્ષે ધનતેરસના દિવસે કયા-કયા શુભ મુહૂર્ત છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસની તિથિ 18 ઓક્ટોબરના રોજ બપોરે 12.18 થી શરૂ થશે અને તિથિનું સમાપન 19 ઓકટોબરે બપોરે 1.51 વાગે થશે.
ADVERTISEMENT
જ્યોતિષીઓ પ્રમાણે, ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદી માટે ઘણા શુભ મુહૂર્ત છે -
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
દ્રિક પંચાંગ પ્રમાણે, ધનતેરસના દિવસે પૂજાનું મુહુર્ત સાંજે 7.16થી શરૂ થઈને રાતે 8.20 સુધી રહેશે. આ શુભ મુહૂર્તમાં લક્ષ્મી માં, કુબેર દેવતા અને ભગવાન ધન્વંતરિની પૂજા કરો, તેમની ઉપાસનાથી સુખ-સમૃધ્ધિ મળશે.
આ પણ વાંચો: ધનતેરસે ભૂલથી પણ ઉધારમાં ન આપતા આ ચીજવસ્તુઓ, નહીંતર લક્ષ્મીજી ચાલ્યા જશે!
ધનતેરસ પર સોનું-ચાંદી, વાસણ, સાવરણી, લક્ષ્મી માતાની મૂર્તિ, શંખ, કુબેર યંત્ર, ગોમતી ચક્ર, કોડી, ધાણા, લક્ષ્મી માતાના પગલાની છાપ ખરીદી શકાય. ધનતેરસના દિવસે તેલ, પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ, કળા રંગના વસ્ત્ર, જૂતા અને કાચના વાસણ ન ખરીદવા જોઈએ.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.