બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જોધપુરમાં બિરાજમાન ઓમકારેશ્વર મહાદેવ, અખંડ જ્યોતના દર્શનથી ભક્તો થાય છે ધન્ય

દેવ દર્શન / જોધપુરમાં બિરાજમાન ઓમકારેશ્વર મહાદેવ, અખંડ જ્યોતના દર્શનથી ભક્તો થાય છે ધન્ય

Last Updated: 06:30 AM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઘણા પૌરાણિક શિવાલય આવેલા છે. દરેક શિવાલયનું પોતાનું મહાત્મય અને અલગ ઈતિહાસ છે. અમદાવાદ શહેરના જોધપુર ગામમાં ઓમકારેશ્વર મહાદેવજીનું ખુબજ પ્રચલિત અને મોટુ મંદિર આવેલું છે. મંદિર પહેલા નાની દેરી સ્વરુપે હતુ. જોધપુરના ગ્રામવાસીઓએ મોટા મંદિરનું નિર્માણ કર્યું છે.

અમદાવાદના જોધપુરગામમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ઓમકારેશ્વર મહાદેવ મંદિર આશરે ૩૫ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. હાલનું મોટુ મંદિર પહેલા નાની દેરી સ્વરૂપે હતુ. 2016માં જોધપુરના સ્થાનિકોએ નાની દેરીનું મોટુ સુંદર મંદિર બનાવી તેનો મંદિરનો જીર્ણોધ્ધાર કરી મહાદેવજીને બિરાજમાન કર્યા છે. મહાદેવજીની સાથે માં અંબા અને રાધાકૃષ્ણનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે. બે વિધા જમીન પર બનાવવામાં આવેલા ઓમકારેશ્વર મહાદેવના કલાત્મક મંદિરે જોધપુરના સ્થાનિકો તેમજ દૂરદૂરથી ઘણા ભાવિકો દર્શન કરવા આવે છે. અને ભોળાનાથ, રાધાકૃષ્ણ અને મા અંબાના દર્શન કરી ધન્ય થાય છે.

1

ઓમકારેશ્વર મહાદેવ મંદિરની બહારની બાજુએ એક તરફ ગણેશ ગજાનંદ બિરાજમાન છે અને બીજી તરફ હનુમાનદાદા બિરાજમાન છે. મંદિર ટ્રસ્ટ વારે તહેવારે મંદિરમાં અનેક કાર્યક્રમોનુ આયોજન કરે છે. જેમાં ભજન અને સંગીત સંધ્યાનુ ખાસ આયોજન કરવામાં આવે છે. મંદિર પરિસરમાં અનેક દેવી દેવતાના નાના મંદિર બનાવી તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરે નિત્ય આવતા ભક્તો શિવલીંગ પર દૂધ અને જળ ચઢવી મહાદેવજીની આરાધના કરે છે. મંદિરમાં શિવલિંગ પર કરવામાં આવેલો રોશનીનો અદ્ભુત નજારો મંદિરનું આકર્ષણ છે.

2

મંદિરના વિશેષ પથ્થરો પરની કોતરણી અને મંદિરના ઘુમ્મટનો નજારો મંત્રમુગ્ધ કરે છે. વિશાળ મંદિરમાં ગૌશાળા બનાવવામાં આવેલી છે. જેમાં ૭૦થી વધુ નાની મોટી ગાયોની સેવા કરવામાં આવે છે. મંદિરમાં દર્શને આવતા ભક્તો ગાયને ઘાસ ખવડાવી, મહાદેવજીના અને અન્ય દેવીદેવતાઓના દર્શન કરી ધન્યતા તો મેળવે છે. મંદિરના પ્રાંગણમાં આવેલા ચબુતરામાં મંદિર તરફથી પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. અને દર્શને આવતા ભક્તો પણ ચણ નાંખી પુન્યનું કામ કરે છે.

3

ઓમકારેશ્વર મહાદેવ મંદિરમા શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દ્વારા દૂધ, જળ, કાળા તલ અને બિલિપત્ર ચડાવવામાં આવે છે. ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં આવેલી અખંડ જ્યોત દર્શન કરવા મોટી સંખ્યામાં ભકતો મંદિરે આવે છે અને કહેવાય છે કે જયારે મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારથી આ અખંડ જ્યોતના ભક્તો દર્શન કરી ધન્ય થાય છે. શિવરાત્રીએ ભગવાનને અનોખો શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ભક્તોની અતૂટ આસ્થા અને વિશ્વાસના કેન્દ્ર ઓમકારેશ્વર મહાદેવના મંદિરે ભક્તિની સાથે સેવાના પણ ઘણા કાર્યો કરવામાં આવે છે.

4

જોધપુરના સ્થાનિકો ઓમકારેશ્વર મહાદેવના દર્શને નિયમિત આવે છે તો યુવાપેઢી પણ મહાદેવના દર્શને આવી ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખે છે..બાળપણથી નિયમિત મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો શહેરમાં બીજે સ્થળાંતર થયા બાદ વારે તહેવારે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા અચૂક આવે જ છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરે શિવ મહાપૂજા, રૂદ્રા અભિષેક, લઘુરુદ્ર, રૂદ્રીપાઠ, કમળ પૂજા, રુદ્રી તથા મહારુદ્રનું આયોજન કરવામાં આવે છે. મંદિરમાં આનંદના ગરબા તથા ભજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં ભાવિકો જોડાઈને ભોળાની ભક્તિ કરે છે ત્યારે જાણે જીવ અને શિવ એકાકાર થાય છે.

5

શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ઓમકારેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે. વર્ષોથી મહાદેવના દર્શને આવતા ભાવિકોની શ્રી ઓમકારેશ્વર મહાદેવ પર અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ તે મહાદેવજીના દર્શન કરવાનુ ચૂકતા નથી.

6

આ પણ વાંચોઃ વાપી-દમણની સરહદે ડુંગર પર બિરાજે મા હિંગળાજ, ગોવાળીયાના સ્વપ્ન સાથે જોડાયેલો છે ઈતિહાસ

મંદિરના પ્રાંગણમાં બાળકોને ભણવામાં આવે છે. મંદિરની આસપાસ રહેતા ગરીબ ઘરના બાળકોને સ્થાનિક મહિલાઓ નિશુલ્ક ભણતરના પાઠ ભણાવે છે. મંદિર તરફથી તમામને મદદ કરવામાં આવે છે. બાળકોનો વિકાસ થાય એ હેતુથી આ મંદિરમાં મહિલાઓ દ્વારા સેવા આપવામાં આવે છે.

મંદિરે દર્શન કરવા આવતા ભાવિકભક્તો મંદિરના વિશાળ પરિસરમાં આવેલા પીપળાના વૃક્ષ નીચે બેસી ભગવાનની આરાધના કરી ભક્તિમાં લીન થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ancient Shivalay Omkareshwar Mahadev Famous Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ