ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Death of Goat in Road Accident at Odisha

OMG / એક બકરીનું મોત, કંપનીને 2.68 કરોડ તથા સરકારને થયું લાખો રૂપિયાનું નુકસાન

Published By: Juhi

Last Updated: 06:27 PM, 2 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશામાં એક રસ્તા પર દુર્ઘટનામાં બકરીની મોતથી મહાનદી કોલફીલ્ડ્સ લિમિટેડ (MCL) ને 2.68 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. આ સાથે જ સરકારને ટેક્સના રૂપમાં મળતા 46 લાખ રૂપિયાની ખોટ થઇ.

ADVERTISEMENT

 વાસ્તવમાં સોમવારે તાલચેર કોલફીલ્ડ્સમાં જગન્નાથ સિડિંગ્સમાં કોલસા પરિવહન રોકી દેવાથી અને ડિસ્પેચ કાર્યમાં અડચણ આવવાને પગલે કંપનીને આ નુકસાન ઉઠાવવું પડ્યુ. 

સોમવારે કોલસો ભરીને જતી ગાડી (ટિપ્પર)ની ટક્કરથી એક બકરીનું મોત થઇ ગયુ, જે પછી સ્થાનિક લોકો ભડકી ગયા અને બકરીના મોતથી થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે 60000 રૂપિયાની માંગ કરવા લાગ્યા, નિષિદ્ઘ ખાણ ક્ષેત્રમાં થયેલા બકરીના મોત પછી હાર્ટિંગ્સ ગામમાં કેટલાક લોકોએ વિરોધ કર્યો. 

MCL એ સ્ટેટમેન્ટમાં કહ્યુ કે, સાડા 3 કલાક કરતા વધુ સમય સુધી રોકાવાથી કંપનીને 1.4 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે જ્યારે રેલ્વે માધ્યમથી ડિસ્પેચ પર 1.28 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવુ પડ્યુ. 

સરકારને 46 લાખ રૂપિયાનું નુકસાન:

તેમાં કહેવાયુ છે કે, આ કામ રોકવાને કારણે સરકારને પણ 46 લાખ રૂપિયાનું નુકસાન ઉઠાવવુ પડ્યુ. કંપનીએ સ્થાનિક પોલિસને ગેરકાયદેસર અડચણ ઉભી કરવા માટે લોકો સામે ફરિયાદ નોંધાવી છે. સામાન્ય અવર-જવર માટે ખાણ ક્ષેત્રોમાં પ્રવેશ સંપૂર્ણ નિષેધ છે. અહીં, ત્યાં જ લોકો આવી શકે છે, જેને અધિકાર અપાયો હોય, કે જે અહીં કામ કરતા હોય કે તાલીમબદ્ઘ હોય. 

સંકળાયેલા મુદ્દાઓ

OMG Road Accident goat દુર્ઘટના OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ