બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દિલ્હી-મુંબઈને હચમચાવવાની ફિરાકમાં દાઉદ, ISI સાથે જોડાયેલા 9 શંકાસ્પદની ધરપકડ

નેશનલ / દિલ્હી-મુંબઈને હચમચાવવાની ફિરાકમાં દાઉદ, ISI સાથે જોડાયેલા 9 શંકાસ્પદની ધરપકડ

Published By: Nirav Kumar

Last Updated: 12:45 AM, 31 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી પોલીસે ટેરર ગ્રુપના નવ શંકાસ્પદોની ધરપકડ કરી છે. જેમાં આ આરોપીઓને દિલ્લીના અનેક ઠેકાણે અટેક કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી હથિયાર અને વિસ્ફોટક પણ મળી આવ્યા છે.

શનિવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટા ટેરર પ્લોટને નાકામ કર્યો છે. જેમાં પાકિસ્તાનની ઈન્ટેલીજન્સ એજન્સી ISI અને ફરાર ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા નવ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ કરાયેલા લોકો પર દિલ્હી અને મુંબઈ સહિત દેશના વિવિધ શહેરોમાં મોટા ટેરર અટેક આયોજન કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓમાં દિલ્હી, મુંબઈ અને પંજાબના રહેવાસીઓ અને અમુક વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

મીડિયા એહવાલ મુજબ તેમના કબજામાંથી મોટી માત્રામાં શસ્ત્રો અને એમ્યુંનિશન જપ્ત કરવામાં આવ્યો છે. અ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મોડ્યુલ મહત્વપૂર્ણ ઇન્સ્ટોલેશન અને સિક્યોરીટી ફોર્સ પર હુમલા કરવાની તૈયારી કરી રહ્યું હતું. જેમાં ન્યુક્લીયર ફેસીલીટી, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને પાવર પ્લાન્ટ જેવા સ્થળો તેમના ટાર્ગેટ ઓર હતા.. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ મોડ્યુલ પર ઘણા સમયથી દેખરેખ રાખવામાં આવી રહી હતી. હવે વિદેશી કનેક્શન, ફંડ ચેનલો અને વિદેશી હેન્ડલર્સની ભૂમિકાની તપાસ ચાલી રહી છે.

VTV DIGITAL

એજન્સીઓ પાસેથી મળેલી ઈનપુટ આધારે દિલ્હીને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં દિલ્હીમાં મુખ્ય કાર્યાલયો અને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવીને સ્યુસાઈડ અટેક, વાહન દ્વારા IED બ્લાસ્ટ, ગોળીબાર અને કોઓર્ડીનેટેડ અટેકની શક્યતા અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં તમામ જિલ્લા યુનિટને સતર્ક રહેવા અને ઈન્ટેલીજેન્સ એજન્સીઓ સાથે સંકલન જાળવવા સૂચના આપવામાં આવી છે.

આ ધરપકડો એવા સમયે કરવામાં આવી છે જ્યારે ગયા વર્ષે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા હાઈ ઇન્ટેસીટી બોમ્બ બ્લાસ્ટમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે કેસમાં પણ ISI પ્રેરિત આતંકવાદી મોડ્યુલ એક્ટીવ હતું. આ મોડ્યુલ ખૂબ જ સંગઠિત હતું અને દાઉદ ઇબ્રાહિમના નેટવર્ક સાથે જોડાયેલું હતું.

વધુ વાંચો : NEET પેપર લીક પર SC લાલઘૂમ: 'નાના કર્મચારીને બલિનો બકરો ન બનાવો, અસલી ગુનેગારને પકડો'

નેશનલ સિક્યુરીટીના પોઈન્ટ ઓફ વ્યુથી આ ધરપકડોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સિક્યુરીટી એજન્સીઓ હવે સમગ્ર નેટવર્કની ગહન તપાસ કરી રહી છે. જેમાં વિદેશથી મળેલા ફંડ અને નિર્દેશો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. ગૃહ મંત્રાલય અને ઈન્ટેલીજેન્સ બ્યુરોની ટીમો પણ આ કેસમાં સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Terror Plot Suspects Delhi Police

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ