ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / cricket shane warnes body arrives back in australia

VIDEO / ભાવૂક થયાં ફેન્સ! ક્રિકેટર ​​શેન વોર્નનો નશ્વર દેહ પહોંચ્યો માદરે વતન ઓસ્ટ્રેલિયા, આ તારીખે થશે અંતિમ સંસ્કાર

Published By: Kavan

Last Updated: 08:11 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર ​​શેન વોર્નનો મૃતદેહ તેના માદરે વતન ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે. મૃત્યુના 6 દિવસ બાદ તેને ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • શેન વોર્નનો મૃતદેહ પહોંચ્યો માદરે વતન મેલબોર્ન
  • 4 માર્ચે થાઈલેન્ડમાં થયું હતું મૃત્યુ
  • VIDEO જોઈને થઈ જશો ભાવૂક

ઉલ્લેખનીય છે કે, શેન વોર્નનું મૃત્યુ 4 માર્ચે થાઈલેન્ડના કો સમુઈમાં એક વિલામાં થયું હતું. હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હતું. તમામ મેડિકલ તપાસ અને પેપરવર્ક બાદ શેન વોર્નના મૃતદેહને ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવ્યો હતો.

પાર્થિવ દેહ પહોંચ્યો મેલબોર્ન

ઓસ્ટ્રેલિયાના સુપરસ્ટાર શેન વોર્નના પાર્થિવ દેહને પ્રાઈવેટ જેટમાં થાઈલેન્ડથી મેલબોર્ન લાવવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, શેન વોર્નનો મૃતદેહ મેલબોર્નના એસેન્ડન નોર્થ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ઓસ્ટ્રેલિયન ધ્વજમાં લપેટાયેલ તેની કોફિન મેલબોર્ન પહોંચી ગઈ છે. આ Dassault Falcon 7X જેટ બેંગકોકથી ઉડાન ભરીને 8 કલાકમાં મેલબોર્ન પહોંચ્યું હતું.

હાર્ટ અટેકને કારણે થયું હતું મૃત્યુ

હાલમાં, તેમના મૃતદેહને તેમના પરિવાર દ્વારા જ જોઈ શકાશે અને તેમણે એક ખાનગી સ્મારકનું આયોજન કર્યું છે. ચાહકો 30 માર્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે છેલ્લી વખત સ્પિનના રાજા તરીકે ઓળખાતા શેન વોર્નને પણ જોઈ શકશે, જ્યાં તેને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે એટોપ્સી રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ હતી કે શંકાસ્પદ હાર્ટ એટેક આવ્યા બાદ તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું.

શેન વોર્નના નિધનના સમાચાર સાંભળી હું ખૂબ દુ:ખી થયો: પોન્ટિંગ

શેન વોર્નના કેટલા ચાહકો હતા તે સમજી શકાય છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનરનું 4 માર્ચે હાર્ટ એટેકના કારણે નિધન થયુ હતુ. અચાનક તેમના નિધનથી વર્લ્ડ ક્રિકેટ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટ ચાહકો પણ સ્તબ્ધ હતા. શેન વોર્નનું અકાળે નિધન દરેક ક્રિકેટ ચાહક માટે ચોંકાવનારું હતુ. પોન્ટિંગે કહ્યું કે જ્યારે તેમને બીજા દિવસે વોર્નના નિધનના સમાચાર મળ્યાં તો તેઓ ચોંકી ગયા. તેમના માટે આ વાત પર વિશ્વાસ  કરવો મુશ્કેલ હતો કે તેમનો પૂર્વ ટીમમેટ અને સારો મિત્ર હવે આ દુનિયામાં રહ્યો નથી. 

ricky ponting breaks down in tears as he pays tribute to shane warne video

શેન વોર્નના નિધનના સમાચાર પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ 

પોન્ટિંગે કહ્યું, સવારે ઉઠીને જ્યારે મને આ  સમાચાર મળ્યાં તો હું ચોંકી ગયો હતો. હું ગઈકાલે રાત્રે આ જાણીને પલંગ પર ઉંઘી ગયો હતો કે મારે મારી દીકરીઓને નેટબોલ માટે લઇ જવાની છે અને પછી તે સમયનો સામનો કરવો પડ્યો જે બિલ્કુલ વાસ્તવિક લાગી રહ્યો ન હતો. હજી પણ એવુ માનવામાં આવતુ નથી કે શેન વોર્નનું નિધન થયુ તે ખરેખર વાસ્તવિક છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Australia Cricket shane warnes ઓસ્ટ્રેલિયા શેન વોર્ન Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ