લૉકડાઉન 4.0 / આજે રાજ્યોમાં બનશે રેડ, ઓરેન્જ, ગ્રીન, કન્ટેનમેન્ટ અને બફર ઝોન, 31મી મે સુધીના નિયમો પણ થશે નક્કી

coronavirus lockdown 4 how state govts decide red orange green containment and buffer zones

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31મી મે સુધી લૉકડાઉન 4.0 વધારવાને લઈને તૈયારીઓ શરૂ કરી છે. આ સાથે કેન્દ્રએ રાજ્યને ઝોન પ્રમાણે ગાઈડલાઈન તૈયાર કરવાનું જણાવ્યું છે. લૉકડાઉન 4.0માં હવાઈ મુસાફરી, રેલ, મેટ્રો સેવા પર પણ પ્રતિબંધ કાયમ રાખવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્ય ગ્રીન, રેડ, ઓરેન્જ, કન્ટેનમેન્ટ અને બફર ઝોન પ્રમાણેના આદેશ જાહેર કરશે. સ્વાસ્થ્ય સચિવે જાહેર કરેલા પત્ર અનુસાર રાજ્ય જિલ્લા/ નગર નિગમને રેડ, ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં વહેંચશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ