ન્યૂઝ અપડેટ્સ
VTV / Politics / congress changed electoral rules after 5 mps pointed fingers at transparency and fairness in the
ADVERTISEMENT
ADVERTISEMENT
કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીને લઈને ચાલી રહેલા આંતરિક ખેંચતાણની વચ્ચે પાર્ટી નેતૃત્વે ચૂંટણી મતદાન પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે રાજી થઈ ગયા છે. આ સંબંધમાં કોંગ્રેસના 5 વરિષ્ઠ સાંસદો તરફથી પાર્ટી સંગઠન પાસે માગ કરાઈ હતી.
કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ થરુર, કાર્તિ ચિદંમ્બરમ અને મનીષ તિવારી સહિત કુલ પાંચ સાંસદોએ પાર્ટી સંગઠન પાસે માગ કરી હતી કે, કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીમાં ઉમેદવારી દાખલ કરનારા ઉમેદવારીઓને નિર્વાચક મંડળમાં સામેલ તમામ 9000 ડેલીગેટ્સની યાદીને બતાવવાનો અધિકાર મળવો જોઈએ.
ADVERTISEMENT
પાર્ટી સાંસદોની આ માગના સંબંધમાં કોંગ્રેસ નેતા અને પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે, પાર્ટીના કેટલાય વરિષ્ઠ સાંસદોની માગ પર વિચાર કરતા સંગઠન 20 સપ્ટેમ્બરે પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના કાર્યાલયમાં આ યાદી આપશે. તેમણે કહ્યું કે, જે લોકો ચૂંટણી લડવા માગે છે, તે પોતાના રાજ્યના 10 ડેલીગેટ્સના નામ રાજ્ય કોંગ્રેસ કાર્યાલયમાં જોઈ શકશે. આ સંબંધમાં યાદી કાર્યાલયમાં મળી રહેશે.
હકીકતમાં જોઈએ તો, શશિ થરુર, કાર્તિ ચિદંબરમ, મનીષ તિવારી, પ્રદ્યુત બોરદોલોઈ અને અબ્દુલને પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતાના મુદ્દો ઉઠાવતા મધુસૂદન મિસ્ત્રીને એક પત્ર લખ્યો હતો.
ADVERTISEMENT
મધુસૂદન મિસ્ત્રી દ્વારા આ સંબંધમાં સ્થિતિ સ્પષ્ટ કર્યા બાદ તિરુઅનંતપુરમથી પાર્ટીના સાંસદ શશિ થરુરે ખુશી વ્યક્ત કરતા ટ્વિટ કર્યું કે, મને ખુશી છે કે, આ સ્પષ્ટીકરણ અમારા પત્રના રચનાત્મક ઉત્તર તરીકે આવ્યો છે. આ આશ્વાસન બદલ હું સંતુષ્ટ છું. કેટલાય લોકોને આ ચૂંટણી પ્રક્રિયામાં આગળ વધવામાં આનંદ આવશે. જે મારા હિસાબે પાર્ટીને મજબૂૂત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ