ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / companies-who-insist-for-aadhaar-card-can-face-one-crore-rupees-fine-and-10-year-jail-term

NULL / આધાર કાર્ડને લઇ ફરજિયાત દબાણ કરનારને થશે 1 કરોડનો દંડ 10 વર્ષની જેલ

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આધાર કાર્ડની અનિવાર્યતાને લઇને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. હવે જો બેંકમાં ખાતું ખોલાવતી વેળાએ અથવા તો પછી સિમ કાર્ડ ખરીદતી વેળાએ આધાર કાર્ડની માંગ કરશે અને જો ગ્રાહક આધાર કાર્ડ આપવા ના ઇચ્છે તો તે કર્મચારી અને દુકાનદાર વિરૂદ્ધ ફરિયાદ કરી શકાશે. આધાર કાર્ડ માટે દબાણ કરનારાઓને એક કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે. આવું કરનારી કંપનીનાં કર્મીઓને 3 વર્ષથી લઇને 10 વર્ષ સુધીની સજા થઇ શકે છે.

કેન્દ્ર સરકારે પિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ અને ભારત ટેલિગ્રાફ એક્ટમાં સંશોધન કરીને આ નિયમને તૈયાર કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકે સોમવારનાં રોજ આને મંજૂરી આપી દીધી છે.

આ સુધારાઓ બાદ હવે લોકો પાસે અનેક વિકલ્પ રહેશે. તેઓ ઓળખ માટે આધાર કાર્ડને બદલે પાસપોર્ટ રેશન કાર્ડ અથવા તો પછી કોઇ અન્ય દસ્તાવેજ પણ દેખાડી શકે છે. કોઇ પણ સંસ્થાને આધાર કાર્ડને માટે દબાવ કરવાનો અધિકાર નથી.

સૂત્રોનું કહેવું એમ છે કે સરકારે આ ચુકાદો સુપ્રિમ કોર્ટનાં તાજેતરમાં કરવામાં આવેલ આદેશ બાદ જ લેવાયો છે. જેમાં કોર્ટે કહ્યું હતું કે યૂનિક આઇડીનો ઉપયોગ માત્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ માટે જ કરવામાં આવશે.

ડેટા લીક થવાં દેવાં પર થશે 50 લાખનો દંડઃ
સરકાર દ્વારા કરવામાં આવેલ સંશોધન અનુસાર ઓથેંટિકેશન કરવાવાળી સંસ્થા જો ડેટા લીકને માટે જવાબદાર ગણાવવામાં આવી છે તો તેને 50 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે અને 10 વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે. હાલમાં તો આ સંશોધનોને હજી સુધી સંસદની મંજૂરી મળવાની બાકી છે. સાથે સાથે રાષ્ટ્ર હિતને માટે આવી જાણકારી આપી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ