Automobile /
રૂ.15,000ની આ એક વસ્તુ નંખાવી દો એક્ટિવામાં, ક્યારેય નહીં ભરાવું પડે પેટ્રોલ
Team VTV10:18 PM, 07 Dec 20
| Updated: 10:19 PM, 07 Dec 20
પેટ્રોલના ભાવ કૂદકેને ભૂંસકે વધી રહ્યા છે. આજે પેટ્રોલનો ભાવ પણ લિટર દીઠ 83 રૂપિયાને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં પેટ્રોલના વધતા ભાવને કારણે સામાન્ય માણસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે CNG થોડી રાહત આપે છે. અને CNGને લગતા આ સમાચારથી તમે ખુશ થઇ જશો કે હવે તમે તમારી એક્ટિવામાં પણ CNG કિટ ફીટ કરી શકો છો.
CNG પેટ્રોલ કરતા સસ્તું છે અને તે વધારે માઇલેજ પણ આપે છે
તમારી એક્ટિવામાં CNG કીટ ઇન્સ્ટોલ કરીને તમે પેટ્રોલના ભાવના ટેન્શનને બાય બાય કહી શકો છો. કારણ કે CNG પેટ્રોલ કરતા સસ્તું છે અને તે વધારે માઇલેજ પણ આપે છે.
ઘણા લોકો એક્ટિવામાં CNG કિટ પણ ફીટ કરે છે. CNG કીટ સાથે એક્ટિવાનું માઇલેજ 100 કિ.મી. થઇ જાય છે. વળી CNGની કિંમત પ્રતિ કિલો 47-48 રૂપિયા આસપાસ છે. હોન્ડાએ એક્ટિવાના ઘણા મોડેલ્સ લોન્ચ કર્યા છે. બજારમાં અત્યાર સુધીમાં ઉપલબ્ધ તમામ એક્ટિવા મોડેલો પેટ્રોલ સંચાલિત મોડેલો છે.
કીટની કિંમત અને તેને ઇન્સ્ટોલ કરવા માટેનો કુલ ખર્ચ લગભગ 15000 રૂપિયા
આવી સ્થિતિમાં દિલ્હીની CNG કીટ નિર્માતા કંપની LOVATOએ સ્કૂટર્સ માટે CNG કીટ લોન્ચ કરી છે. આ કીટની કિંમત અને તેને ઇન્સ્ટોલ કરવા માટેનો કુલ ખર્ચ લગભગ 15000 રૂપિયા છે. LOVATOએ દાવો કર્યો છે કે તમે આ ખર્ચ એક વર્ષ કરતા ઓછા સમયમાં વસુલ થઇ જાય છે.
CNG અને પેટ્રોલ એમ બંને રીતે ચાલી શકે છે એક્ટિવા
વિશેષ વાત એ છે કે જો જરૂર પડે તો CNG કીટ સાથે સજ્જ એક્ટિવા પેટ્રોલથી પણ ચલાવી શકાય છે. આ માટે એક્ટિવામાં સ્વિચ આપવામાં આવે છે, તમે તમારા સ્કૂટરને CNG અથવા પેટ્રોલ મોડમાં શકો છો.
સીટની નીચેની બાજુમાં CNGને ઓપરેટ કરવાવાળું એક મશીનફીટ કર્યા કરવામાં આવે છે. કીટ લગાવ્યા પછી CNG સંબંધિત કેટલાક ગ્રાફિક્સ પણ એક્ટિવા પર મૂકવામાં આવે છે, જેથી તેમની ઓળખ થઈ શકે.
કેટલાક ગેરફાયદા પણ જાણી લો
આ કીટના કેટલાક ગેરફાયદા પણ છે. એક ગેરલાભ એ છે કે એક્ટિવામાં ફીટ થયેલા સિલિન્ડરમાં ફક્ત 1.2 કિલો CNG ભરી શકાય છે. અને આ એક સિલિન્ડરથી તમે 120-130 કિમીની મુસાફરી કરી શકો છો. આ અંતર પછી તમારે ફરીથી CNGની જરૂર પડશે.
લાંબી ડ્રાઇવ પર જતા સમયે તમારે પેટ્રોલનો વિકલ્પ સાથે રાખવો પડશે કારણ કે બધે CNG ભરવાની સુવિધા હોતી નથી.
નિષ્ણાતો કહે છે કે CNG કીટ તમારા સ્કૂટરની માઇલેજને વધારે છે પરંતુ એન્જિન પીકઅપ નથી લઇ શકતું. તેથી જો તમે હાઇવે અથવા કેટલાક ભારે સામાન સાથે ચલાવતા હશો તો સ્કૂટરના એન્જિન પર લોડ પડશે.