ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / CM Vijay Rupani explains CM Dashboard on VTV News Mahamanthan Show

CM Dashboard / VTVમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, 30 દિવસમાં ફાઈલનો નિકાલ ન થાય તો CMO થી સૂચના જાય છે

Published By: Kavan

Last Updated: 10:56 PM, 29 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ VTV Newsના હાઈટેક સ્ટુડિયોનું ઉદ્ધાટન કર્યું છે. અમદાવાદના સમભાવ હાઉસ ખાતે સાંજે 7.30 કલાકે CM રૂપાણીએ VTV Newsના હાઈટેક સ્ટુડિયોનું ઉદ્ધાટન કર્યુ હતું. ત્યાર બાદ લોકપ્રિય ડિબેટ 'મહામંથન'માં તેમણે રાજ્યમાં ભ્રષ્ટાચાર અટકાવવાની વાત કરી હતી. આ સાથે જ તેમણે CM ડેશબોર્ડ કાર્યાલય કેવી રીતે કામ કરે છે તે અંગેની પણ વાત કરી હતી.

ADVERTISEMENT

  • વિજય રૂપાણીએ કર્યું VTV Newsના હાઈટેક સ્ટુડિયોનું ઉદ્ધાટન
  • રૂપાણીએ મહામંથનની ચર્ચામાં રાજ્યના ચાર મુદ્દાઓની ચર્ચા કરી
  • CM ડેશબોર્ડની કામગીરી વિશે કર્યો ખુલાસો 

ડેશબોર્ડને લઇ CM રૂપાણી કહ્યું કે...

રાજ્ય સરકારના 26 વિભાગો કાર્યરત છે. વિભાગોના અનેક પેટા વિભાગો જેની નીચે ચાલતી અસંખ્ય યોજનાઓ અને નિર્ણયો અંગેની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચી કે નહીં, લક્ષ્યાંક સિદ્ધ થયાં કે નહીં એટલા માટે CM ડેશબોર્ડ એટલે કે આખી સિસ્ટમ સ્ક્રીન પર ચાલી રહી છે. 

મહામંથનમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

કોઈ ફાઇલ મોડી પડે તો CM કાર્યાલય દ્વારા નિકાલ માટે આપવામાં આવે છે સૂચના

આ ડેશબોર્ડમાં 32 જેટલા ઇન્ડિકેટર લગાડવામાં આવ્યા છે. જેમાં સરકારના તમામ વિભાગોને ઓનલાઇન જોડાવાની સૂચના છે. એટલે કે કલેક્ટર ઓફિસમાં કેટલીય ફાઇલ જેવી કે, ઇધારાની એન્ટ્રીઓ, જમીનની ફાઇલ, રેશનકાર્ડને લગતી, વારસાઇ માટેની વાત હોય તેના માટે પ્રજાને ધક્કા ખાવા પડતા હતા. તેને બદલે હવે કેટલી અરજી આવી? અરજીઓનો સમયસર નિકાલ થયો કે નહીં? જો 30 દિવસ સુધીમાં ફાઇલનો નિકાલ ન થાય તો CM કાર્યાલયમાંથી સૂચના આપવામાં આવે કે આ ફાઇલનો કેમ નિકાલ થયો નથી અને તેનો તાત્કાલિક અસરથી નિકાલ કરો. આ તમામ સુવિધાઓ CM ડેશબોર્ડ પર ઉભી કરવામાં આવી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

આજે નવરાત્રિના પહેલાં નોરતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી Vijay Rupani એ ગુજરાતની લોકપ્રિય ચૅનલ VTV NEWSના નવા અત્યાધુનિક સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સમભાવ ગ્રુપના CMD કિરણ વડોદરિયા, ડિરેક્ટર જગદીશ પાવરા, COO નીરજ અત્રી અને VTV ન્યૂઝ ઍડિટર ઈસુદાન ગઢવી હાજર રહ્યાં હતાં. આ સાથે સમભાવ ગ્રુપના TOP FMની ઑફિસની મુલાકાત લઈ TOP FM રૅડિયોના 8 સ્ટેશનથી 1.5 કરોડ શ્રોતાઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી. #vijayrupani #vtvnews #vtvgujarati #vtvnewstudio #gujaratinews @bjp4gujarat @cmogujarat @isudan_gadhvi @hemantgo

A post shared by VTV Gujarati News and Beyond (@vtv_gujarati_news) on

શું થયો ડેશબોર્ડનો ફાયદો?

ડેશબોર્ડને કારણે ઝડપી વહીવટ, પારદર્શક વહીવટ અને ક્યાં કલેક્ટરની કામગીરી કેવી છે તેનો ગ્રાફ દરરોજ CM કાર્યાલય સુધી પહોંચે છે. આ સાથે જ દરેક વિભાગ એસ.ટીની કેટલી બસો કેટલી દોડી? કેટલી સમયસર છે કેટલી મોડી છે ? આ તમામ બાબતોની જાણકારી મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે. આ સાથે 108 સેવાનો કેટલાક લોકોએ લાભ લીધો ? કેટલાં સમયગાળામાં 108 દ્વારા દર્દીને દવાખાને ખસેડવામાં આવ્યો તેની તમામ માહિતી ડેશબોર્ડ પર આવતી રહે છે. 

મહામંથનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

દર બુધવારે મંત્રીઓને આપવામાં આવે છે CM ડેશબોર્ડનો રિપોર્ટ

દર બુધવારે યોજાતી કેબિનેટમાં તમામ મંત્રીઓના ડેશબોર્ડ પર CM ડેશબોર્ડનો રિપોર્ટ મુકવામાં આવે છે. જેમાં મંત્રીઓના ખાતા મુજબ સૂચના આપવામાં આવી હોય છે કે, તમારા ખાતામાં આ બાબતોને ઝડપી બનાવો. આ સાથે જ દરેક સેક્રેટરીને પણ રિપોર્ટમાં મોકલવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CM Dashboard CM ડેશબોર્ડ CMO ગુજરાતી ન્યૂઝ ડેશબોર્ડ વિજય રૂપાણી CM Dashboard

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ