ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ચૂંટણી 2019 / CM Mamata Banerjee Bans BJP's Victory Marches In West Bengal

રાજનીતિ / બંગાળમાં ભાજપને લઇને મમતા બેનર્જીનું મોટું એલાન, લગાવ્યો આ પ્રતિબંધ

Published By: vtvAdmin

Last Updated: 10:49 AM, 7 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ પર પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે કહ્યું કે હવે પ્રદેશમાં ભાજપના વિજય સરઘસની મંજૂરી નહીં આપવામાં આવે. તેમણે પોલીસને કહ્યું કે જો આનું ઉલ્લંઘન કોઇ કરે તો તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરો.

ADVERTISEMENT

નોર્થ 24 પરગના જિલ્લાના નિમતામાં માર્યા ગયેલા ટીએમસી નેતાના ઘરે પહોંચેલી મમતાએ કહ્યું કે, મારી પાસે સૂચના છે કે ભાજપે વિજય સરઘસોના નામે  હુગલી, બાંકુરા, પુરૂલિયા અને મિદનાપુલ જિલ્લાઓમાં અવ્યવસ્થા ફેલાવી છે. હવેથી એક પણ સરઘસ નહીં નિકળે.

બેનર્જીએ વધુમાં કહ્યું કે હવે એક પણ વિજય સરઘસ ન નિકળવું જોઇએ કારણ કે લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાતને 10થી વધુ દિવસ થઇ ગયા છે. 

તેમણે કહ્યું કે જો કોઇ નેતા રાજ્યમાં દંગા જેવી સ્થિતિ પૈદા કરવાનો પ્રયત્ન કરે તો મેં પોલીસને કાયદાના હિસાબથી કાર્યવાહી કરવા અને સ્થિતિ બગડવાને રોકવા માટે કડક એક્શન લેવાનું કહી દીધું છે.

મમતા બેનર્જીએ ગુરૂવારે સીઆઇડી અને બીજી એજન્સીઓના અધિકારીઓની સાથે નિમતાની મુલાકાત લીધી. જ્યાં મંગળવારે બાઇકસવાર 4થી 5 અજાણ્યા હુમલાખોરોએ ટીએમસી નેતા નિર્મલ કુંડુની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

મુખ્યમંત્રીએ કુંડેના પરિવારજનોને ભરોસો અપાવ્યો કે મામલાને સંપૂર્ણ તપાસ થશે અને ન્યાય મળશે. તેમણે કહ્યું કે આ માત્ર હત્યાની વાત નથી. આપણે ષડયંત્ર કરનારનો શોધવાના છે. એખ પાર્ટી રક્તપાત અને હિંસા શા માટે કરી રહી છે?

બેનર્જીએ કહ્યું કે 2014 લોકસભા ચૂંટણીમાં જ્યારે ક્ષેત્રની તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સંયુક્ત રીતે કેટલીક બેઠકો પર જીત મેળવી તો કોઇપણ પ્રકારની હિંસા કે હત્યા ન થઇ. પરંતુ બંગાળમાં ભાજપને બેઠકોમાં ફાયદો થયા બાદ હિંસા અટકાવનું નામ નથી લેતી.

મહત્વનું છે કે પશ્ચિમ બંગાળની કુલ 42 લોકસભા બેઠકોમાંથી સત્તાધારી ટીએમસીને 22, જ્યારે ભાજપને 18 બેઠકો પરજીત મળવી છે. ભાજપનો આ આંકડો 2014માં તેમના દ્વારા જીતેલી બેઠકોથી 16 વધુ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Mamata Banerjee TMC West Bengal politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ