ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / China statement Corona patients are recovering from this Japanese drug in just four days

CoronaVirus / ચીનનો દાવો: જાપાનની આ દવાથી માત્ર ચાર દિવસમાં ઠીક થઈ રહ્યાં છે કોરોનાના દર્દી

Published By: Intern

Last Updated: 06:40 PM, 18 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનની સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનીસ્ટ્રીમાં કામ કરનાર ઝાંગ ઝિનમિને જણાવ્યું કે જાપાનમાં જે દવાનો ઉપયોગ સામાન્ય ફ્લુ માટે કરવામાં આવે છે તે દવા કોરોનાથી સંક્રમિત દર્દીઓને ઘણી ફાયદાકારક નીવડી છે.

ADVERTISEMENT

  • કોરોનાની ઝપેટમાં 2 લાખથી વધારે લોકો
  • જાપાનની દવા કામ કરી રહી છે દર્દીને 
  • લોપિનાવિર અને રીટોનાવિર ઘણી અસરકારક સાબિત થઈ


કોરોના વાયરસની ઝપેટમાં આવેલા લોકોની સંખ્યા 2 લાખથી વધી ગઈ છે. અને વૈજ્ઞાનિકના જણાવ્યાં મુજબ કોરોનાની વૈક્સીન બનાવવા માટે હવે થોડાક જ મહિના લાગશે. જાપાનની એક દવા કોરોનાના દર્દીઓના ઈલાજમાં ઘણી મદદરૂપ થઈ રહી છે.

ગાર્જિયનમાં છપાયેલી એક રીપોર્ટ અનુસાર ચીનની સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનીસ્ટ્રીમાં કામ કરનાર ઝાંગ ઝિનમિને જણાવ્યું કે જાપાન જે દવાનો ઉપયોગ સામાન્ય ફ્લૂ માટે કરી રહી છે. તે દવા કોરોનાના દર્દીને ઘણી મદદરૂપ થઈ રહી છે. અને આગળ જતાં દર્દીઓને ઘણી ફાયદાકારક થઈ શકે છે. વુહાનના શેનજેંગ શહેરમાં આ દવાના ઉપયોગથી 340થી વધારે દર્દીઓ ઠીક થઈ ગયા છે. ઝાંગના કહેવા અનુસાર તેમના પાક્કા સબૂત મળી ગયા છે. અને આ દવા બીજી દવાની બરાબરીમાં ઘણી ફાયદાકારક નીવડી છે.

જલદી વાયરસ પર કાબૂ મેળવે છે
ઝાંગે જણાવ્યું કે આ દવા બીજી દવાની બરાબરીમાં વધારે ઝડપીથી કામ કરી રહી છે. અને કોરોના પોઝીટીવ મળેલા દર્દીઓને માત્ર ચાર દિવસ બાદ ટેસ્ટમાં નેગેટીવ જોવા મળ્યાં. બીજી દવા જો ઉપયોગમાં લેવામાં આવી રહી છે. તેમને અસર થવામાં 11 દિવસ લાગી રહ્યાં છે. જો કે આ દવાના ઉપયોગથી ફેફેસાં પર કોરોના વાયરસની અસર થતાં 91% ઓછી થઈ જાય છે. 

HIVની દવાથી પણ સારા પરિણામો આવ્યા
જણાવી દઈએ કે પહેલા HIVના ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા લોપિનાવિર અને રીટોનાવિર ઘણી અસરકારક સાબિત થઈ છે. અને વર્ષ 2016માં જાપાનમાં આ ફેવીપીરાવિયર દવાને ઇબેલાના ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. અને અન્ય દેશોમાં ઈલાજ માટે મોકલવામાં આવી હતી. આ દવાનો ઉપયોગ સામાન્ય ફ્લૂ માટે કરવામાં આવે છે. અને હજુ કોરોનાને લઈને ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

China Coronavirus japan કોરોના વાયરસ ચીન જાપાન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ