ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કેટલી ખતરનાક છે ચાંદીપુરા ફેલાવતી માખી? જાણો તેના લક્ષણોથી લઇને ઉપાય

જાણવા જેવું / કેટલી ખતરનાક છે ચાંદીપુરા ફેલાવતી માખી? જાણો તેના લક્ષણોથી લઇને ઉપાય

Published By: Nidhi Panchal

Last Updated: 11:52 AM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો વધતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે. ખેડા જિલ્લામાં બે નવા કેસ સામે આવ્યા છે, જ્યારે મહેસાણામાં ત્રણ બાળકો સારવાર હેઠળ હોવાથી આરોગ્ય તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

ADVERTISEMENT

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી રહી છે. સાબરકાંઠા અને મહિસાગર જિલ્લામાં કેસ નોંધાયા બાદ હવે ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. જેના કારણે લોકોને સર્તક રહેવાની સલાહ આપી છે સાથે આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની અને કોઈપણ લક્ષણ દેખાય તો તરત હોસ્પિટલમાં જવાની અપીલ કરી છે.

sandfly makkhi

શું છે ચાંદીપુરા વાયરસ?

ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) એક વાયરસજન્ય ચેપ છે, જે મુખ્યત્વે નાના બાળકોને અસર કરે છે. આ વાયરસ મગજ પર ગંભીર અસર કરી શકે છે અને ખૂબ જ ઝડપથી દર્દીની સ્થિતિ ગંભીર બનાવી શકે છે. શરૂઆતમાં સામાન્ય તાવ જેવા લક્ષણો જોવા મળે છે, પરંતુ સમયસર સારવાર ન મળે તો સ્થિતિ ગંભીર બની શકે છે.

સેન્ડ ફ્લાય (જીણી માખી) શું છે?

ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય (Sand Fly) એટલે કે જીણી માખી છે. આ માખી સામાન્ય ઘરમાખી અથવા મચ્છર કરતાં ઘણી નાની હોય છે. તેનો રંગ પીળાશ પડતો અથવા હળવો ભૂરા રંગનો હોય છે અને તેનું શરીર સૂક્ષ્મ વાળથી ઢંકાયેલું હોય છે. તે સામાન્ય રીતે સાંજ અને રાત્રિના સમયે વધુ સક્રિય રહે છે.

chandipura virus

સેન્ડ ફ્લાય સૌથી વધારે ક્યાં જોવા મળે છે?

સેન્ડ ફ્લાય સામાન્ય રીતે ભેજવાળા અને ગંદકીવાળા વિસ્તારોમાં જોવા મળે છે. ખાસ કરીને લીપણવાળા ઘરો, કાચા મકાનો, દિવાલોની તિરાડો, પશુઓના વાડા, ગાય-ભેંસના તબેલા, ભેજવાળી જમીન, કચરાના ઢગલા અને ઘરની આસપાસની ગંદકીવાળી જગ્યાઓમાં તેનો વસવાટ વધુ જોવા મળે છે. જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય અથવા ભેજ વધુ રહેતી હોય ત્યાં આ માખી ઝડપથી વધી શકે છે.

chandipura virrrus

સેન્ડ ફ્લાય શું ખાય છે?

સેન્ડ ફ્લાયની તમામ જાતિઓ એકસરખો ખોરાક લેતી નથી. પુરૂષ સેન્ડ ફ્લાય મુખ્યત્વે છોડના રસ અને ફૂલોના મધ જેવા કુદરતી રસ પર જીવે છે. જ્યારે માદા સેન્ડ ફ્લાયને ઈંડા વિકસાવવા માટે લોહીની જરૂર પડે છે. તેથી તે મનુષ્ય અથવા પ્રાણીઓને કરડે છે અને લોહી ચૂસે છે. જો માદા સેન્ડ ફ્લાય ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોય તો કરડતી વખતે તે વાયરસ મનુષ્યના શરીરમાં પહોંચાડી શકે છે.

chandipura

કેવી રીતે ફેલાય છે ચાંદીપુરા વાયરસ?

ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સંક્રમિત સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે. જ્યારે વાયરસ ધરાવતી સેન્ડ ફ્લાય કોઈ બાળક અથવા વ્યક્તિને કરડે છે ત્યારે વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે. આ વાયરસ સામાન્ય સ્પર્શ, સાથે બેસવાથી, ભોજન કરવાથી અથવા હવા દ્વારા ફેલાતો નથી. તેથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સેન્ડ ફ્લાયથી બચવું ખૂબ જરૂરી છે.

બાળકોમાં જોવા મળતા મુખ્ય લક્ષણો

ચાંદીપુરા વાયરસ ખાસ કરીને નાના બાળકોમાં વધુ જોવા મળે છે. બાળકને અચાનક ખૂબ ઊંચો તાવ આવવો, ઠંડી લાગવી, ઉલટી થવી, આંચકી આવવી, બેભાન જેવી સ્થિતિ સર્જાવી, સતત સુસ્ત રહેવું અથવા ખૂબ જ ટૂંકા સમયમાં ગંભીર રીતે બીમાર થઈ જવું જેવા લક્ષણો જોવા મળે તો તેને સામાન્ય તાવ સમજીને અવગણવું નહીં. આવી સ્થિતિમાં તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ.

આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લામાં નોંધાયા ચાંદીપુરાના વધુ 3 કેસ, એક પોઝિટિવ

આ રીતે કરો બચાવ

ડોક્ટરોના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસથી બચવા માટે ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. લીપણવાળા ઘરોમાં દિવાલો અને જમીનની તિરાડો અથવા ખાલી જગ્યાઓ પુરાવી દેવી જોઈએ. ઘરમાં અને આસપાસ ગંદકી ન રહે તેની ખાસ કાળજી રાખવી. બાળકોને ફુલ સ્લીવ્સના કપડાં પહેરાવવા, રાત્રે મચ્છરદાનીમાં સુવડાવવા, પશુઓના વાડા અને ભેજવાળા વિસ્તારોને સ્વચ્છ રાખવા તેમજ ઘરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. જો બાળકમાં તાવ, ઉલટી, આંચકી અથવા બેભાન જેવી સ્થિતિ જણાય તો કોઈપણ પ્રકારની અફવાઓમાં વિશ્વાસ રાખ્યા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખવા, ઘરની સ્વચ્છતા જાળવવા અને સેન્ડફ્લાયથી બચવાના તમામ ઉપાયો અપનાવવા જણાવાયું છે. સમયસર સારવાર અને યોગ્ય સાવચેતી રાખવાથી આ વાયરસના જોખમને ઘણો ઓછો કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kheda News Sand Fly Chandipura Virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ