બ્રેકિંગ ન્યુઝ
ચંદીગઢમાં રહેતા 70 વર્ષના વિજય કુમરાએ પત્નીની યાદમાં તેનું આરસનું પુતળુ બનાવ્યુ. સવાર સાંજ તેઓ આ મુર્તિ સામે બેસીને તેની સાથે વાતો કરે છે. તાજેતરમાં તેની પત્નીનો જન્મદિવસ ગયો તો તેમણે કેક કાપીને બાળકોમાં વહેંચીને ઉજવણી પણ કરી. પત્ની વીણા સાથે વિતાવેલા 48 વર્ષના લગ્નજીવનની દરેક પળને હજી પણ તેઓ યાદ કરે છે. તેઓ આ આરસની મુર્તિને સાક્ષાત તેમની પત્ની જ માને છે.
ADVERTISEMENT

2002માં તેઓ પરિવારની જવાબદારીમાંથી મુક્ત થઇ ગયા એ પછી તેઓ પત્ની સાથે વિદેશ ફરવા નીકળી પડ્યા હતા. લગભગ દસ વર્ષ પહેલા તેઓ ગાડીમાં કન્યાકુમારી ફરવા નીકળ્યા હતા. આ સમયે તેઓ આગરા નજીકના દસુઆ ગામે ગયા હતા. ત્યાં તેમણે આરસની દેવી દેવતાઓની મુર્તિઓ પણ જોઇ હતી.
ADVERTISEMENT
2012માં વીણાને બ્લડ કેન્સર થતાં તે થોડાક મહિનાઓમાં મૃત્યુ પામી. તેમને પેલી મુર્તિઓ યાદ આવી ગઇ. તેરમાની વિધિ પતાવીને તેઓ સીધા દસુઆ ગામે પહોંચ્યા અને પત્નીનો ફોટા બતાવીને મુર્તિ બનાવવાની વાત કહી. કલાકારોએ પણ તેમને સાથ આપ્યો. માત્ર દેવી દેવતાઓની મુર્તિઓ બનાવનાર કલાકારો માટે પણ આ એક ચેલેન્જ હતી. વિજય માર્બલ લેવા ખુદ મકરાણા ગયા અને 300 ફુટ નીચેથી લગભગ 2400 કિલોનો માર્બલ પસંદ કર્યો ને મશીનથી બહાર કઢાવ્યો. કારીગરોને એમાથી મુર્તિ બનાવવામાં દોઢ મહિનાનો સમય લાગ્યો. પાંચ ફુટની એક મુર્તિનુ વજન 100 કિલો જેટલું છે. તેને ઘરે લઇ જવા માટે ક્રેન બોલાવવી પડી.

ADVERTISEMENT
વિજય ભાઇ રોજ આ મુર્તિ સામે બેસીને વાતો કરે છે અને હવે તેઓ એકલતા અનુભવતા નથી. ગિનેસ બુક ઓફ રેકોર્ડસે પણ વિજયભાઇનો સંપર્ક કર્યો છે. આ મુર્તિ બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો તે વિજયભાઇ જણાવતા નથી. તે કહે છે લાગણીઓની કિંમત ન હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.