બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Caution! These visible changes in the body indicate skin cancer, do not ignore even by mistake

આરોગ્ય / સાવધાન! શરીરમાં દેખાતો આ ફેરફાર કરે છે સ્કીન કેન્સર તરફ ઇશારો, ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા

Published By: Dinesh Chaudhary

Last Updated: 12:09 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કીન કેન્સર ખૂબ જ ખતરનાક કેન્સર છે જે સમયની સાથે ખુબ પીડાદાયક અને ગંભીર બને છે. પણ જો સમયસર તેની ઓળખ કરી લેવામાં તો આગળ વધતા રોકી શકાય છે તો આજે અમે સ્કીન કેન્સરના શરૂઆતના લક્ષણો વિશે જણાવીશું જેની ક્યારેય પણ અવગણના ન કરતાં.

સ્કીન કેન્સરના શરૂઆતના લક્ષણોને જોઈને અંદાજો લગાવવો ઘણું અઘરું છે કારણ કે તે નોર્મલ જ દેખાય છે. બેદરકારી અને માહિતીના અભાવના કારણે આ આગળ જઇને ગંભીર બને છે અને આની અસર બહારની ત્વચાની સાથે આંખ, કાનને પણ થાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનના અનુસાર સ્કીન કેન્સર થવાનું સૌથી મોટુ કારણ સૂરજની કિરણો છે અને બીજા કારણોમાં વધારે પડતા કેમિકલ વાળા કોસ્મેટિકસનો ઉપયોગ અને પ્રદુષણનો સમાવેશ થાય છે. મેલેનોમા સ્કીન કેન્સરનું સૌથી ખતરનાક સ્વરૂપ છે, તો આજે અમે સ્કીન કેન્સરના લક્ષણો વિશે જણાવીશું. જો તમને આમાંના કોઈપણ લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી.

1) સ્કીનના કલરમાં બદલાવ
મેલેનોમા કેન્સરમાં આ સૌથી સામાન્ય લક્ષણ છે. આમાં, ચામડી પર ઘેરા રંગનો ગઠ્ઠો દેખાય છે. અને આ ગઠ્ઠોનો રંગ બદલાતો રહે છે. એટલે કે ક્યારેક તે સંપૂર્ણપણે અંધારું દેખાય અને ક્યારેક તે પ્રકાશ દેખાય છે. આ સિવાય મેલેનોમા કેન્સરમાં ત્વચાના રંગમાં ફેરફાર પણ જોવા મળે છે.

2) ઘા ઝડપથી ન રૂઝાવા 
જો ઘા ઝડપથી નથી રૂઝાતા , તો તેને હળવાશથી ન લો, કારણ કે આ સ્કીન કેન્સરની નિશાની પણ હોઈ શકે છે. બેઝલ સેલ કાર્સિનોમા અને સ્ક્વામસ સેલ કાર્સિનોમા જેવા સ્કીનના કેન્સર ખૂબ જ ઝડપથી ફેલાય છે અને જો કાળજી લેવામાં ન આવે તો તે ટૂંક સમયમાં જ ગંભીર બને છે.અને તેથી જ ઘા રૂઝાતા નથી.

3) ખંજવાળ કે જલન થવી 
બેઝલ સેલ કાર્સિનોમા, સ્ક્વામસ સેલ કાર્સિનોમા અને મેલેનોમા જેવા કેન્સરમાં દર સમયે ખંજવાળની સમસ્યા થઇ શકે છે સાથે જલન અને પીડા પણ થઇ શકે છે અને આ લક્ષણ ખાસ કરીને સ્કીન પર ક્યાંક ફોલ્લીઓ અથવા ઘા હોય ત્યાં વધારે થાય છે. 

4) લાલ તલ
મર્કેલ સેલ કાર્સિનોમા કેન્સરમાં લાલ રંગના મસાઓ વધવા લાગે છે. પરંતુ આનાથી કોઈ ખાસ સમસ્યાનથી થતી. આ સ્કીનના એવા વિસ્તારોમાં થવાની શક્યતા વધારે છે જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડે છે.

સ્કીન કેન્સરથી કેવી રીતે બચવું


1.  લાંબા સમય સુધી તાપમાં ન રહો ખાસ કરીને સવારના 10 થી તે બપોરના 2 વાગ્યા સુધી વધારે તડકો હોય છે અને તે ખતરનાક છે તેથી તેનાંથી દૂર રહેવું.

વધુ વાંચો: શરીરને મળશે ઇમ્યુનિટી બૂસ્ટથી લઇને અનેક પ્રકારના ફાયદા, બસ રોજ સવારમાં ઉઠીને કરો આ કાર્ય

2.  તડકામાં બહાર જતા પહેલા તમારા ચહેરા, હાથ અને પગને બરાબર ઢાંકવું અને યુવી પ્રોટેક્શનવાળા ચશ્મા પહેરવા.

3.  સિઝન ગમે તે હોય, સનસ્ક્રીન લગાવો. દર બે થી ત્રણ કલાકે સનસ્ક્રીન લગાવતા રહેવું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Health Skin Cancer health tips symptoms લક્ષણો અને ઉપાય સ્કીન કેન્સર હેલ્થ હેલ્થ ટિપ્સ Health

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ