બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / milk with oats for breakfast will give you these health benefits
Last Updated: 08:09 AM, 3 April 2024
બ્રેકફાસ્ટમાં દરરોજ શું ખાવું? એક એવો સવાલ છે જે મોટાભાગના લોકોના મનમાં સવારે ઉઠ્યા બાદ તરત આવે છે. જો તમારા મનમાં પણ આ સવાલ રોજ સવારે આવે છે તો તેનો જવાબ છે ઓટ્સ. જો તમે ઓટ્સને રોજ એક ગ્લાસ દૂધની સાથે લો તો તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ADVERTISEMENT
ઓટ્સટમાં ઝિંક, મેગ્નીઝ, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન અને વિટામિન બી ઉપરાંત ઘણા એન્ટી ઓક્સીડેન્ટ્સ મળી આવે છે. જાણો ઓટ્સને સવારે નાસ્તામાં ખાવાથી તમારા સ્વાસ્થ્યને કયા કયા ફાયદા થાય છે.
ADVERTISEMENT
ઈમ્યુનિટી કરે છે બૂસ્ટ
જો તમને પોતાને કોઈ પણ બીમારીની ઝપેટમાં આવવાથી બચાવવું છએ તો તેના માટે રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. રોગ પ્રતિકારક ક્ષમતાના મજબૂત થવાથી તમે ઘણી બીમારીઓથી પોતાનો બચાવ કરી શકો છો. માટે દૂઘની સાથે રોજ ઓટ્સ ખાઓ. આ તમારી ઈમ્યૂનિટીને મજબૂત કરે છે.
શરીરને આપે છે ઉર્જા
ઘણી વખત એવું થાય છે કે આપણને એનર્જીની થોડી કમી લાગે છે. એવામાં ઓટ્સનું સેવન કરવું તમારા માટે ફાયદાકાર સાબિત થઈ શકે છે. ઓટ્સ અને દૂધનું એક સાથે નાસ્તામાં સેવન કરવાથી તમને કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી, કોમ્પ્લેક્સ અને મેગ્નીશિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે. આ બધું શરીરને ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરે છે.
લોહીની ઉણપને કરે છે દૂર
જો તમારા શરીરમાં લોહીની કમી છે તો તમે ઓટ્સની સાથે નાસ્તામાં દૂધ જરૂર પીવો. આ બન્નેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. જે શરીરમાં લોહીની કમીને દૂર કરે છે.
વજનને કરે છે કંટ્રોલ
ઓટ્સની સાથે જો તમે દૂધનું સેવન કરશો તો આ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખશે. તેનાથી તમને જલ્દી ભૂખ નહીં લાગે અને વજનને ઓછુ કરવામાં મદદ મળશે.
હાર્ટ રાખે છે હેલ્ધી
ઓટ્સમાં ફાઈબર, મિનરલ અને પોષણ હોય છે. આ બધુ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરીને હાર્ટને હેલ્ધી રાખે છે. માટે નાસ્તામાં દૂધની સાથે ઓટ્સને જરૂર શામેલ કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.