બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health starvation diet and how it is bad for health
સ્લિમ-ટ્રીમ ફિગરને સારા સ્વાસ્થ્યનો સંકેત માનવામાં આવે છે અને એવું ફિગર લોકોને અટ્રેક્ટ પણ કરે છે. જોકે પરફેક્ટ ફિગર મેળવવું અને તેને મેઈન્ટેઈન રાખવું એક ચેલેન્જ ટાસ્ક હોય છે. તેના માટે રોજ વર્કઆઉટની સાથે ડાયેટ પર પણ કંટ્રોલ કરી શકાય છે. જે ઘણા લોકો માટે પોસિબલ નથી હોતું ખાસ કરીને એક્સરસાઈઝ કરવું.
ADVERTISEMENT

એવામાં ડાયટિંગનું ઓપ્શન બેસ્ટ છે. જો તમે એક્સરસાઈઝને સ્કિપ કરી ફક્ત ડાયટિંગની આદત પાડી રહ્યા છો તો તેનાથી વજન તો ઓછુ થઈ જશે પરંતુ સાથે જ ઘણી સમસ્યાઓનો પણ શિકાર થઈ શકો છો. સ્ટારવેશન ડાયેટમાં કલાકો સુધી ભુખ્યા રહેવાનું હોય છે જે આજકાલ વજન ઓછુ કરતા લોકો ઝડપથી અપનાવી રહ્યા છે.
ADVERTISEMENT
સ્ટારવેશન ડાયેટના સાઈડ ઈફેક્ટ
મેટાબોલિઝ્મ થઈ જાય છે સ્લો
સ્ટારવેશન ડાયટથી શરીરમાં કેલેરીનું પ્રમાણ ઘટવા લાગે છે. જેના કારણે બોડી, ફેટ્સને પ્રાઈમરી એનર્જીની જેમ યુઝ કરવા લાગે છે. જેનાથી મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે. મેટાબોલિક રેટ ઓછુ હોવા પર તમે જેટલો પ્રયત્ન કરી લો વજન ઓછુ નહીં થાય. બીજુ તેના કારણે દરેક સમયે થાક અને કમજોરીનો અનુભવ થતો રહે છે.

ADVERTISEMENT
મેન્ટલ હેલ્થ પર અસર
એક્સપર્ટ્સ અનુસાર સ્ટારવેશન ડાયેટથી ઈટિંગ ડિસઓર્ડરનો ખતરો વધી શકે છે. એટલે કે તેનાથી અમુક લોકોને વધારે ભૂખ લાગે છે તો ત્યાં જ અમુક લોકોની ભૂખ એકદમ મરી જાય છે. લાંબા સમય સુધી ડાયટિંગ કરવાથી એનોરેક્સિયા નર્વોસા, બુલિમિયા નર્વોસા કે બિંજ ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા થઈ શકે છે. જેના કારણે મૂડ ચિડચિડો રહે છે ગુસ્સો આવતો રહે છે અને સ્ટ્રેસ લેવલ પણ વધતો રહે છે.
વધુ વાંચો: શું તમને પણ ટચાકા ફોડવાની છે આદત? તો મજાકમાં ન લેતા, તેનાથી થઇ શકે છે આડઅસર
ADVERTISEMENT
પોષણની કમી
ભોજન કરવાથી શરીરમાં વિટામિન્સ, મિનરલ, કેલ્શિયમ અને પ્રોટીનની કમી થવા લાગે છે. જે શરીરના ઘણા ફંક્શન્સને ચલાવવા માટે જરૂરી છે. સ્વાસ્થ્યની સાથે આ ન્યૂટ્રિશનની કમીની અસર સ્કિન અને વાળ પર પણ જોવા મળી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.