બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને રોમેન્ટિક અંદાજમાં પાઠવી જન્મદિવસની શુભેચ્છા, શેર કરી મનમોહક તસવીરો

Anushka Sharma Birthday / વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને રોમેન્ટિક અંદાજમાં પાઠવી જન્મદિવસની શુભેચ્છા, શેર કરી મનમોહક તસવીરો

Last Updated: 07:48 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્માને તેના જન્મદિવસ પર રોમેન્ટિક રીતે શુભેચ્છા પાઠવી છે.

બોલીવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ 1 મે 1988ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. અનુષ્કાને તેના જન્મદિવસ પર ચાહકો તરફથી ઘણી બધી શુભેચ્છાઓ મળી રહી છે. તો બીજી તરફ અનુષ્કા શર્માના પતિ અને અનુભવી ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ પણ તેના માટે એક પોસ્ટ શેર કરી છે. કોહલીએ પોતાની પત્નીને રોમેન્ટિક અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે કેટલીક મનમોહક તસવીરો પણ શેર કરી છે.

anushka sharma

કોહલીએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, જો તું મને મળી ન હોત તો.. હું સંપૂર્ણપણે ખોવાઈ ગયો હોત. હેપ્પી બર્થડે માય લવ. તમે મારી દુનિયાનો પ્રકાશ છો. અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.' તમને જણાવી દઈએ કે કોહલી અને અનુષ્કાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. સ્ટાર કપલને બે બાળકો છે. પુત્રીનું નામ વામિકા અને પુત્રનું નામ અકાય છે. અકાયનો જન્મ 5 ફેબ્રુઆરી 2024ના રોજ થયો હતો. કોહલી અને અનુષ્કાએ 2021માં વામિકાને દુનિયામાં આવકારી હતી.

કોહલીના જન્મદિવસની પોસ્ટ પર ચાહકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોહલી અને અનુષ્કાના બોન્ડિંગના લોકો વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, સંબંધ આવો હોવો જોઈએ. બીજા યુઝરે કહ્યું, "હેપ્પી બર્થડે ટુ વિરાટ કોહલીની સૌથી મજબૂત સપોર્ટ સિસ્ટમ. બંનેની જોડી ખૂબ જ ક્યૂટ છે.

વધુ વાંચો : ડ્રોપ ઈન પીચ શું છે? T20 વર્લ્ડ કપમાં તેના પર રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

હાલમાં વિરોટ કોહલી IPL 2024માં ધૂમ મચાવી રહ્યો છે. આરસીબીના સ્ટાર ખેલાડી કોહલીએ વર્તમાન સિઝનમાં અત્યાર સુધી 10 મેચમાં 500 રન બનાવ્યા છે. તેના બેટમાંથી એક સદી અને ચાર અડધી સદી આવી છે. આઈપીએલ બાદ તે ટી20 વર્લ્ડ કપ 2024માં ધૂમ મચાવશે. BCCIએ હાલમાં જ આગામી વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં કોહલીનું નામ સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ