બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / મનોરંજન / બોલિવૂડ / મે મહિનો મનોરંજનથી ભરપૂર, OTT પર રિલીઝ થશે ઘણી ફિલ્મ અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ

એન્ટરટેનમેન્ટ / મે મહિનો મનોરંજનથી ભરપૂર, OTT પર રિલીઝ થશે ઘણી ફિલ્મ અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ

Last Updated: 03:22 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OTT Release In May: 'શૈતાન'થી લઈને 'હીરામંડી' સુધી મે મહિનામાં એકથી એક મોટી ફિલ્મો અને વેબ સીરિઝ OTT પર રિલીઝ થવા માટે તૈયાર છે. તેનો સીધો મતલબ છે કે મે મહિનામાં મનોરંજનની કોઈ કમી નહીં થાય.

મે મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનામાં ઘણી નવી નવી ફિલ્મો અને વેબ સીરિઝ અલગ અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. નવા મહિનાની પહેલી તારીખની સાથે જ મનોરંજનનો ડોઝ મળવાનું શરૂ થઈ જશે. 'શૈતાન'થી લઈને 'હીરામંડી' સુધી મે મહિનામાં એકથી એક મોટી ફિલ્મો અને વેબ સીરિઝ OTT પર રિલીઝ થવા માટે તૈયાર છે. તેનો સીધો મતલબ છે કે મે મહિનામાં મનોરંજનની કોઈ કમી નહીં થાય.

શૈતાન

રિલીઝ ડેટ- 3 મે 2024

OTT પ્લેટફોર્મ- નેટફ્લિક્સ

8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી અજય દેવગણ અને આર માધવનની ફિલ્મ શૈતાન બોક્સ ઓફિસ પર તહેલકો મચાવ્યા બાદ હવે OTT પર રિલીઝ થવા તૈયાર છે. ફિલ્મ સુપરનેચરલ થ્રિલર છે. તેમાં જાદુ, વશીકરણ અને વૂડો ગુડિયાનો ખેલ દર્શાવવામાં આવ્યો છે.

મંજુમ્મેલ બ્વોયઝ

રિલીઝ- 5 મે 2024

OTT પ્લેટફોર્મ- ડિઝની પ્લસ હોટસ્ટાર

સર્વાઈવલ થ્રિલર મંજુમ્મેલ બ્વોયઝ મલયાલમ ફિલ્મ છે જે 22 ફેબ્રુઆરીએ થિએટર્સમાં રિલીઝ થઈ. ફ્રેન્ડ્સનું એક ગ્રુપ કોચીથી તમિલનાડુના કોડાઈકનાલ ટ્રિપમાં સર્વાઈવલની સ્ટોરી દર્શાવે છે. આ ફિલ્મને થિએટર્સમાં દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી હવે તે OTT પર રિલીઝ થઈ રહી છે.

યોદ્ધા

રિલીઝ- 15 મે 2024

OTT પ્લેટફોર્મ- પ્રાઈમ વીડિયો

સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા પણ હવે સિનેમાઘરો બાદ OTT પર આવી રહી છે. ફિલ્મની સ્ટોરી સારી હતી છતાં બોક્સ ઓફિસ પર ફિલ્મ ન ચાલી. હવે જોવું રહ્યું કે ફિલ્મ OTTમાં કમાલ કરી શકે છે કે નહીં.

મડગાંવ એક્સપ્રેસ

રિલીઝ-17 મે

OTT પ્લેટફોર્મ- ડિઝની પ્લસ હોટસ્ટાર

22 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ હવે OTT પર આવી રહી છે. ગોવામાં મિત્રોની મસ્તી અને પછી ડ્રગ્સ કેસ પર બનેલી આ ફિલ્મ હવે ડિઝની પ્લસ હોટસ્ટાર પર લોકોનું મનોરંજન કરશે.

હીરામંડી

રિલીઝ ડેટઃ 1 મે 2025

OTT પ્લેટફોર્મ- નેટફ્લિક્સ

સંજય લીલા ભણસાલીની ડેબ્યૂ સીરિઝ હીરામંડી રિલીઝ માટે તૈયાર છે. તેનો ખૂબ જ બઝ છે. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, અદિતા રાવ હૈદરી, શેખર સુમન, ફરદીન ખાન સહિત ઘણા અન્ય સ્ટાર્સ આ સીરિઝમાં ચાર ચાંદ લગાવતા જોવા મળશે.

વધુ વાંચો: તમે કમરના દુખાવાથી પરેશાન છે? બેસતી અને સૂતી વખતે ન કરો આ ભૂલ, મળશે રાહત

અનદેખૂ સીઝન 3

રિલીઝ ડેટઃ 10 મે

OTT પ્લેટફોર્મઃ સોની લિવ

આ ચર્ચિત સીરિઝ અનદેખી સીઝન 3ની ત્રીજી સીઝન હિંદી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી અને મરાઠીમાં રિલીઝ કરવામાં આવી રહી છે. આ શોમાં હર્ષ છાયા, નંદીશ સંધૂ, આંચલ સિંહ, દિબ્યેંદૂ ભટ્ટાચાર્ય, સૂર્યા શર્મા, અંકુર રાઠી, લીડ રોલમાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ