બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમે કમરના દુખાવાથી પરેશાન છે? બેસતી અને સૂતી વખતે ન કરો આ ભૂલ, મળશે રાહત

આરોગ્ય / તમે કમરના દુખાવાથી પરેશાન છે? બેસતી અને સૂતી વખતે ન કરો આ ભૂલ, મળશે રાહત

Last Updated: 02:45 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Get Rid Of Back Pain: શું તમે પણ મોટાભાગે Back Painથી પરેશાન રહો છો કે તમારો કમરનો દુઃખાવો દર 2-3 દિવસમાં પાછો આવી જાય છે. જો હાં, તો તેની પાછળના કારણ અને તેનાથી રાહત કેવી રીતે મળી શકે. તે જાણવું ખૂબ જ જરૂરી છે.

આપણી લાઈફસ્ટાઈલમાં એટલો ફેરફાર થઈ ચુક્યો છે કે આપણા સ્વાસ્થ્ય પર પણ તે દેખાઈ આવે છે. લાંબા સમય સુધી બેસી રહેવું, ફિઝિલક એક્ટિવિટી ઓછી કરવી, ખરાબ ડાટેય, જેવા ઘણા કારણ છે જેના કારણે આપણે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે.

pain-6

આ બધી પરેશાનીઓમાંથી એક સમસ્યા છે પીઠનો દુખાવો. પીઠ દર્દની સમસ્યા હવે ફક્ત વૃદ્ધોમાં જ નહીં યુવાઓમાં પણ ખૂબ જ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે તમારી રોજની એક્ટિવિટીઝના કારણે પણ પીઠમાં દુખાવો થઈ શકે છે.

ખોટી રીતે બેસી રહેવાની આદત, ખોટી રીતે એક્સરસાઈઝ કરવાથી, ઈજા કે મસલ્સમાં ખેચાણના કારણે પણ પીઠમાં દુઃખાવો થઈ શકે છે. માટે જો તમે પણ પીઠના દુખાવાથી પરેશાન છો તો તમારે જરૂર જાણી લેવું જોઈએ કે આવું કેમ થાય છે અને કેવી રીતે તેનાથી આરામ મળી શકે છે.

આ રીતે કમરના દુઃખાવામાં મેળવો આરામ

walk

એક્સરસાઈઝ કરો

એક્સરસાઈઝ કરવાથી તમારા હાડકા અને મસલ્સ મજબૂત બને છે. માટે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી હલ્કીથી મોડિરેટ એક્સરસાઈઝ કરો. એક્સરસાઈઝ કરવાથી શરીર લચીલું બની જાય છે અને મસલ્સમાં સ્ટ્રેચ ઓછુ થઈ જાય છે. માટે તેના માટે વોક કરવું, યોગ, સ્ટ્રેચિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જોકે જો તમને પીઠમાં દુખાવો છે તો તમારી ફિટનેસ ટ્રેનરની દેખરેખ હેઠળ એક્સરસાઈઝ કરો.

office-5

બોડી પોશ્ચર સુધારો

ખરાબ પોશ્ચરના કારણે પણ કમરમાં દુખાવો થઈ શકે છે. માટે બેસતા, સુતા અને ઉભા રહેતી વખતે પોશ્ચર યોગ્ય હોવું જરૂરી છે. તેનાથી પીઠમાં દુખાવો થવાની સંભાવના ઓછી થાય છે અને પીઠમાં દુખાવાની સમસ્યા પણ ઓછી થાય છે. તેના માટે સીધી પીઠમાં બેસવું, ખભાને સીધો રાખવો. યોગ્ય અને આરાકમદાયક ખુરશીનો ઉપયોગ કરવાથી પોશ્ચરને યોગ્ય બનાવી રાખવામાં મદદ મળે છે.

pain-4

ગરમ-ઠંડી થેરાપી અપનાવો

પીઠનો સોજો ઓછો કરવા માટે બરફનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપરાંત મસલ્સના દુખાવાને ઓછુ કરવા માટે ગરમ પાણીથી શેક કરો. તેના ઉપરાંત ગરમ પાણીથી નહાવાથી મસલસને રિલેક્સ કરવામાં મદદ મળે છે.

વધુ વાંચો: માત્ર હાડકાં જ નહીં! કેલ્શિયમની ઉણપથી પણ થઇ શકે છે ગંભીર બીમારીઓ, ઓળખી લેજો આ 6 લક્ષણો

ડોક્ટરની મદદ લો

જો તમારી પીઠમાં ખૂબ લાંબા સમય સુધી દુખાવો થઈ રહ્યો છે અને એક્સરસાઈઝ વગેરેથી પણ ઠીક નથી થઈ રહ્યું તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જેથી પીઠમાં દુખાવાનું કારણ જાણવા મળી શકે અને સમયથી સારવાર થઈ શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ