બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

VTV / બિઝનેસ / એક વર્ષમાં આપ્યું 300 ટકાથી વધારે રિટર્ન, હવે સ્મોલ કેપ કંપની 1 શેર પર આપશે 1 બોનસ શેર

શેરબજાર / એક વર્ષમાં આપ્યું 300 ટકાથી વધારે રિટર્ન, હવે સ્મોલ કેપ કંપની 1 શેર પર આપશે 1 બોનસ શેર

Last Updated: 02:19 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સ્મોલકેપ કંપની નિધિ ગ્રેનાઈટસ પોતાના રોકાણકારોને 1:1નાં રેશિયોમાં બોનસ શેર આપવા જઈ રહી છે. એટલે કે કંપની દરેક શેર પર એક બોનસ શેર આપી રહી છે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ તારીખ 2 મે 2024 નક્કી કરી છે.

એક નાની કંપની નિધિ ગ્રેનાઈટસ તેના રોકાણકારોને મોટી ભેટ આપવા જઈ રહી છે. નિધિ ગ્રેનાઈટ તેના રોકાણકારોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. એટલે કે, કંપની દરેક શેર માટે 1 બોનસ શેર આપશે. કંપની દ્વારા આપવામાં આવેલો આ પહેલો બોનસ શેર છે. નિધિ ગ્રેનાઈટ્સે બોનસ શેરની રેકોર્ડ તારીખ 2 મે, 2024 નક્કી કરી છે. નિધિ ગ્રેનાઈટ્સના શેર મંગળવાર, 30 એપ્રિલ, 2024 ના રોજ 5% ના વધારા સાથે રૂ. 295.15 પર બંધ થયા. કંપનીના શેરે મંગળવારે 52 સપ્તાહનો પોતાનો નવો હાઈ બનાવ્યો છે.

1 વર્ષમાં કંપનીના શેરમાં 313%નો ઉછાળો આવ્યો

નિધિ ગ્રેનાઈટ્સના શેરમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. એક વર્ષમાં કંપનીના શેર 313% વધી ગયા છે. નિધિ ગ્રેનાઈટ્સના શેર 2 મે, 2023ના રોજ 71.62 રૂપિયા પર હતા. 30 એપ્રિલ 2024ના રોજ કંપનીના શેર 295.15 રૂપિયા પર પહોંચી ગયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં નિધિ ગ્રેનાઈટ્સના શેર 137% વધ્યા છે. 1 જાન્યુઆરી, 2024 ના રોજ કંપનીના શેર વર્ષની શરૂઆતમાં 125 રૂપિયા પર હતા. 30 એપ્રિલ 2024ના રોજ કંપનીના શેર 295 રૂપિયાને પાર કરી ગયા છે.

વધુ વાંચો: લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રની તિજોરી છલકાઇ, તૂટ્યો રેકોર્ડ, 2 લાખ કરોડને પાર પહોંચ્યું GST કલેક્શન

5 વર્ષમાં 870% વધ્યા કંપનીના શેર

છેલ્લા 5 વર્ષમાં નિધિ ગ્રેનાઈટ્સના શેર 870% વધ્યા છે. 9 મે, 2019ના રોજ કંપનીના શેર 30.45 રૂપિયા પર હતા. 30 એપ્રિલ 2024ના રોજ કંપનીના શેર 295.15 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 2 વર્ષમાં નિધિ ગ્રેનાઈટ્સના શેરમાં 305%નો ઉછાળો જોવા મળ્યો છે. 28 એપ્રિલ, 2022ના રોજ કંપનીના શેર 72.90 રૂપિયા પર હતા, જે હવે 295 રૂપિયાની ઉપર પહોંચી ગયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 295.15 રૂપિયા છે. નિધિ ગ્રેનાઈટ્સના શેરનું 52-સપ્તાહનું નીચલું સ્તર 58.50 રૂપિયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ