ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / યુસુફ પઠાણને અપાયેલી જમીનની ફાળવણી રદ કરો, નાગરિક સંગઠનની માગણી

વિવાદ / યુસુફ પઠાણને અપાયેલી જમીનની ફાળવણી રદ કરો, નાગરિક સંગઠનની માગણી

Published By: Hiralal Parmar

Last Updated: 02:09 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુસુફ પઠાણને અપાયેલી જમીનની ફાળવણી રદ કરવાની ફરીયાદ નાગરિક સંગઠને કરી છે.

ADVERTISEMENT

પૂર્વ ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના બહેરામપુરના પૂર્વ સાંસદ યુસુફ પઠાણને વડોદરાના તાંદલજા વિસ્તારમાં ફાળવવામાં આવેલી ૯૭૮ ચોરસ મીટરની કોમર્શિયલ જમીનનો વિવાદ ફરી વકર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)ની ૧૮ નવેમ્બરે યોજાનારી સામાન્ય સભામાં જમીન ફાળવણીને મંજૂરી આપવાના સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણયને બહાલી આપવાની વિચારણા છે. તે પહેલાં નાગરિક સંગઠન વિશ્વામિત્રી બચાવો સમિતિએ રાજ્ય સરકાર અને વીએમસી સમક્ષ રજૂઆત કરીને જમીન ફાળવણીનો પ્રસ્તાવ પાછો ખેંચવાની માગ કરી છે. સંગઠનનો આક્ષેપ છે કે આશરે રૂ. ૨૦ કરોડની જાહેર જમીનનું આ રીતે હસ્તાંતરણ જમીન નિકાલના નિયમો અને ગુજરાત હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. સોમવારે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા વીએમસી કમિશનરને કરાયેલી રજૂઆતમાં જમીન ફાળવણીના કાયદાકીય આધાર સામે પણ સવાલો ઉઠાવાયા છે. પ્રસ્તાવ મુજબ, કુલ ૯૭૮ ચોરસ મીટરમાંથી ૫૦૦ ચોરસ મીટર જમીન વિનામૂલ્યે આપવાની છે, જ્યારે બાકીની ૪૭૮ ચોરસ મીટર જમીન તેના મૂલ્યાંકનના ૫૫ ટકા ભાવે આપવાની છે. આમ, અસરકારક રીતે આશરે ૪૫ ટકાની રાહત આપવામાં આવી રહી છે. જાહેર હરાજી વિના આવી ફાળવણી સામે સમિતિએ વાંધો

ગુજરાત કેબિનેટે દરખાસ્તને મંજૂરી આપી હતી

ગુજરાત કેબિનેટે 12 ઑગસ્ટ, 2026ની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપી હતી. બીજા દિવસે સરકારી ઠરાવ બહાર પડ્યો હતો. ત્યારબાદ વીએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ ૧૫ ઑક્ટોબરે સર્વાનુમતે ફાળવણીને મંજૂરી આપી હતી. આ નિર્ણય એવા સમયે લેવાયો હતો, જ્યારે યુસુફ પઠાણે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયાના આશરે બે મહિના થયા હતા. જૂન ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર બહેરામપુર બેઠક જીત્યાના થોડા દિવસ બાદ વીએમસીએ જમીન મામલે તેમને નોટિસ પણ આપી હતી. જોકે, જૂન ૨૦૨૬માં ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવ્યા બાદ પઠાણ તૃણમૂલ કોંગ્રેસના એવા ૨૦ સાંસદોમાં સામેલ થયા હતા, જેમણે પક્ષથી અલગ થઈ નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઈન્ડિયા (એનસીપીઆઈ)માં જોડાવાનો નિર્ણય કર્યો હતો.઼

નિયમોનો ભંગ અને હાઈકોર્ટના આદેશનો હવાલો

સમિતિના વકીલ શૈલેશ અમીને જણાવ્યું હતું કે ગુજરાત જમીન અને અન્ય મિલકતોના નિકાલના નિયમો, ૨૦૦૨ હેઠળ ખાસ કિસ્સાઓમાં જાહેર જમીન વ્યક્તિગત લાભાર્થીને આપવાની જોગવાઈ નથી. નિયમ ૧૩માં સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ, ધાર્મિક ટ્રસ્ટ તથા વ્યાપક જાહેર હિતનાં કાર્યોને પાત્ર ગણાવવામાં આવ્યાં છે. વ્યક્તિગત લાભાર્થીને આ જોગવાઈ હેઠળ કેવી રીતે પાત્ર ઠેરવી શકાય, તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે. સમિતિએ ૨૦૧૪માં આ જ જમીન અંગે રાજ્ય સરકારે સમાન દરખાસ્ત નકારી કાઢી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ૯ જૂન, ૨૦૧૪ના રોજ સમાન નિયમો હેઠળ વિચારણા કર્યા બાદ દરખાસ્ત નામંજૂર થઈ હતી. તો હવે કયા સંજોગોમાં અને કયા આધારે જમીન ફાળવણી મંજૂર કરવામાં આવી, તે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ, તેવી માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટમાં બે પરણિતા અને એક યુવતીએ જીવન ટૂંકાવ્યું, એક મહિલાની સ્યુ*સાઇડ નોટમાં ‘કોઈનો વાંક નથી’નો ઉલ્લેખ

21 ઑગસ્ટ, 2025ના આદેશનો પણ હવાલો અપાયો

રજૂઆતમાં ગુજરાત હાઈકોર્ટના 21 ઑગસ્ટ, 2025ના આદેશનો પણ હવાલો અપાયો છે. આ આદેશમાં પઠાણની જમીન કબજામાં રાખવા અંગેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આદેશના ૧૮મા ફકરામાં કોર્ટે નોંધ્યું હતું કે ગેરકાયદે કબજો ધરાવતી જમીનનો કબજો અરજદારને જાળવી રાખવાની મંજૂરી આપી શકાય નહીં. સમિતિનો આક્ષેપ છે કે પઠાણે ૨૦૧૨થી જમીન પર કબજો જમાવ્યો છે અને કોર્પોરેશને આજદિન સુધી દબાણ દૂર કર્યું નથી કે લાગુ પડતી પેનલ્ટી અને લેણાં વસૂલ્યાં નથી. સમિતિએ કેબિનેટના નિર્ણય અને સરકારી ઠરાવની વિગતો તથા જમીન રાહત દરે ફાળવવાનાં કારણો જાહેર કરવાની માગ સાથે સમગ્ર પ્રસ્તાવ પાછો ખેંચવા સત્તાવાળાઓને રજૂઆત કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yusuf pathan news Yusuf pathan

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ